પર્વત પરથી પડતા ઝરણા નીચે આ ભાઈ લઈને ગયો પોતાની બ્રાન્ડ ન્યુ સનરૂફ વાળી મહિન્દ્રા કાર, પણ પછી કંઈક થયું એવું કે વીડિયો જોઈને હક્કાબક્કા રહી જશો.. જુઓ

મહિન્દ્રા સ્કોર્પિયો N માંથી અચાનક પડવા લાગ્યું ઝરણું, જોઈને લોકો બોલ્યા.. “હવે સનરૂફ વાળી કાર નહિ લઉં..” જુઓ એવું શું થયું ?

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાની ડ્રિમ કાર ખરીદે અને આજે ઘણા લોકોની ઈચ્છા સનરૂફ વાળી કાર ખરીદવાની હોય છે. કંપનીઓ પણ હવે ગ્રાહકોની વધતી જતી ડિમાન્ડના કારણે મોટાભાગની કારમાં સનરૂફ આપવા લાગી છે. ત્યારે સનરૂફના ફાયદાની સાથે કેટલાક ગેરફાયદા પણ છે. આવા જ એક ગેરફાયદા વિશે એક યુટ્યૂબરે વીડિયો બનાવ્યો છે.

એક યુટ્યુબરે મહિન્દ્રા સ્કોર્પિયો એનનો એક વીડિયો શેર કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે સનરૂફ વિસ્તારમાંથી એસયુવીની અંદર પાણી વહી રહ્યું છે. તે કાર સાથે ધોધની નીચે ઊભો હતો, જ્યારે સનરૂફમાંથી કારની અંદર પાણી વહેવા લાગ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

52 સેકન્ડનો વીડિયો પહાડી વિસ્તારનો હોવાનું લાગી રહ્યું છે. રસ્તામાં, સ્કોર્પિયોને ધોધની નીચે ઉભી રાખવામાં આવે છે. સનરૂફ બંધ કરે છે, પરંતુ તેમ છતાં વાહનની અંદર પાણી આવવા લાગે છે. ધોધનું પાણી વાહનની આગળની સીટ પર અને છત પર લગાવેલા સ્પીકરો પર પડતું જોવા મળે છે. આ દરમિયાન ડ્રાઈવર આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે “અરે, શું થઈ રહ્યું છે. ઝરણું કારની અંદર વહેવા લાગ્યું.”

 

View this post on Instagram

 

A post shared by Arun Panwar (@arunpanwarx)

ઘણા યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું “કદાચ સનરૂફ બરાબર બંધ નહિ થયું હોય.” બીજાએ કહ્યું “લીકેજની સમસ્યા હોઈ શકે છે.” જ્યારે ત્રીજાએ લખ્યું “કાર પાણીથી ભરાઈ ગઈ.” અન્ય યુઝરે કહ્યું “આ વાહનના સનરૂફમાં સમસ્યા હશે.” ત્યારે આ મામલે હવે મહિન્દ્રા તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

Niraj Patel