તમિલનાડુની “ઇડલી અમ્મા”ને આનંદ મહિન્દ્રા પાસેથી મળી આ મોટી ભેટ, 1 રૂપિયામાં આપે છે ઇડલી-સંભાર

ખુશખબરી: આનંદ મહિન્દ્રાએ નિભાવ્યુ વચન, આ “ઇડલી અમ્મા”ને મળી આ ધમાકેદાર ગિફ્ટ- જાણીને ખુશીથી ઝૂમી ઉઠશો

કોઇ પણ માણસ ભૂખ્યો ના રહે, આ વિચાર સાથે તમિલનાડુની 85 વર્ષની કમલાથલ અમ્મા છેલ્લા લગભગ 30-35 વર્ષોથી 1 રૂપિયામાં ઇડલી સંભાર વેચી લોકોનું પેટ ભરી રહી છે. તમિલનાડુના કોયમ્બતૂરની કમલાથલ વર્ષ 2019માં “ઇડલી વાળી અમ્મા”ના નામે મશહૂર થઇ હતી.

Image source

80 વર્ષની મહિલાા માત્ર 1 રૂપિયામાં લોકોને ઇડલી આપે છે. દેશના જાણિતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી આ મહિલાને ઘર અને કામ માટે જગ્યા અપાવવાનું વચન આપ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, તમિલનાડુની આ મહિલા દૈનિક મજૂરી પર કામ કરનાર લોકો માટે ખૂબ જ ઓછા ખર્ચમાં ભોજન ઉપલબ્ધ કરાવે છે.  તેમણે માત્ર 1 રૂપિયામાં ઇડલી આપવાનું શરૂ કર્યુ. તે જલ્દી જ “ઇડલી વાળી અમ્મા”ના નામે મશહૂર થઇ ગઇ હતી.

Image source

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તમે આ અમ્માને જરૂરથી જાણતા હશો. જે 1 રૂપિયામાં જરૂરિયાત વાળા લોકોને ભોજન કરાવે છે. સોશિયલ મીડિયાા પર વાયરલ થયેલ અમ્માને જલ્દી જ તેમનું ઘર મળવાનુ છે. મહિન્દ્રા સમૂહના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ જણાવ્યુ કે એક રૂપિયામાં ઇડલી વેચનાર અમ્માને જલ્દી જ તેમનું પોતાનું ઘર મળવાનુ છે.

Image source

આનંદ મહિન્દ્રા એક એવા ઉદ્યોગપતિ છે, જે આ રીતના સામાજિક કામોને ઘણુ મહત્ત્વ આપે છે. “ઇડલી વાળી અમ્મા”ના નામે મશહૂર કમલાથલ અમ્મા વિશે જયારે તેમને ખબર પડી તો તેમણે મદદ કરવાની ઘોષણા કરી હતી અને તેમનાા માટે ઘર તેમજ કામ કરવા માટે સારી જગ્યા ઉપલબ્ધ તેઓ કરાવશે. ત્યારે હવે તેમણે તેમનું આ વચન પૂરુ કર્યુ છે.

Shah Jina