ભયાનક કેન્સરથી પીડિત મહિમા ચૌધરીની દીકરીએ તેની બીમારી દરમિયાન કર્યું હતું આ ખાસ કામ, 2 મહિના સુધી સ્કૂલે પણ ના ગઈ, જુઓ શું કહ્યું મહિમાએ

ચાહકોને ત્યારે ધ્રાસ્કો લાગ્યો જયારે અભિનેતા અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને જણાવ્યું કે અભિનેત્રી મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. વીડિયોની અંદર મહિમા પોતાનું દુઃખ બતાવતી જોવા મળી રહી છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેમાં મહિમાનો બદલાયેલો ચહેરો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં મહિમા ચૌધરી જણાવી રહી છે કે કેવી રીતે અનુપમ ખેરે તેને એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે બોલાવી હતી. ત્યારબાદ તેણે અનુપમને તેની બીમારી વિશે જણાવ્યું. આ દરમિયાન મહિમા વાત કરતી વખતે ખૂબ જ ભાવુક દેખાતી હતી. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં મહિમા શરૂઆતમાં હસતી જોવા મળી રહી છે. પરંતુ બાદમાં તે લાગણીશીલ બની જાય છે.

કેન્સરને કારણે તેના માથાના વાળ પણ ખરી ગયા છે. વીડિયોની શરૂઆતમાં મહિમા ચૌધરી કહી રહી છે કે જ્યારે અનુપમ ખેરે તેને તેના યુએસ નંબર પરથી ફોન કર્યો ત્યારે તે સમજી ગઈ કે આ એક અરજન્ટ કોલ હશે અને તેણે તે કોલ રિસીવ કરવો જોઈએ. તેણે આગળ કહ્યું કે જ્યારે અનુપમે તેને ફિલ્મ કરવા માટે કહ્યું ત્યારે તેણે કહ્યું કે તે ફિલ્મમાં કામ કરવા માંગે છે, પરંતુ શું અનુપમ તેની રાહ જોઈ શકશે?

મહિમા ચૌધરીએ વધુમાં કહ્યું કે જ્યારે તેણે અનુપમ ખેરને રાહ જોવાનું કહ્યું, તો અનુપમ ખેરે જવાબ આપતા કહ્યું, ‘ના, હું રાહ જોઈ શકતો નથી. તમે ક્યાં છો?’ ત્યારબાદ મહિમા ચૌધરીએ જણાવ્યું કે તેના વાળ ખરી ગયા છે અને ત્યારથી તેને વેબ સિરીઝ અને ફિલ્મો માટે કોલ આવી રહ્યા છે. આ કહેતાં મહિમા રડવા લાગે છે. જ્યારે અનુપમ ખેરે આનું કારણ પૂછ્યું તો મહિમાએ કહ્યું, ‘હું ઘરે નથી. અનુપમ ખેરે કહ્યું, ‘કેમ?’ ત્યારે મહિમાએ કહ્યું, ‘મારા વાળ ખરી રહ્યા છે. હું કેન્સર સામે લડી રહી છું.

આ ઉપરાંત અભિનેત્રી મહિમા ચૌધરીએ ઈ ટાઈમ્સ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે અમેરિકા નહોતી ગઈ અને મુંબઈમાં જ હતી, હવે તે કેન્સર મુક્ત થઇ ગઈ છે. આ ઉપરાંત તેણે એમ પણ જણાવ્યું કે જયારે મહિમાની સારવાર ચાલી રહી હતી ત્યારે તેની દીકરી અરિયાના સ્કૂલે પણ ગઈ નહોતી અને ઘરે જ ઓનલાઇન ક્લાસ ભર્યા હતા.

મહિમાએ જણાવ્યું હતું કે, ” મારી દીકરીએ મને કહ્યું કે જ્યાં સુધી સારવાર ચાલશે ત્યાં સુધી તે સ્કૂલે નહીં જાય કારણકે કોરોનાકાળમાં બહારથી ઘરે આવીને કોરોના વાયરસના સંક્રમણનું રિસ્ક લેવા નહોતી માગતી. ત્યારે હું બ્રેસ્ટ કેન્સરમાંથી સાજી થઈ રહી હતી અને મારી દીકરીએ ઘરે જ રહીને ઓનલાઈન ક્લાસ ભરવાનું યોગ્ય માન્યું.”

 

View this post on Instagram

 

A post shared by Mahimachaudhry (@mahimachaudhry1)

Niraj Patel