મહિમા ચૌધરીની દીકરી અરિયાના છે એટલી ક્યુટ અને ખૂબસુરત, ચાહકોએ કહ્યુ- આ તો કાર્બન કોપી છે…

મહિમા ચૌધરીની લાડલી નાની ઉંમરે પણ તમને ઘાયલ કરી દે છે, જુઓ કેટલી મસ્ત દેખાય છે

90ના દાયકાની મશહૂર અભિનેત્રી મહિમા ચૌધરીએ આમ તો ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવા મળે છે. મહિમા ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તે તેમની તસવીરો ઘણીવાર શેર કરતા રહે છે. જો કે, મહિમા ચૌધરીની દીકરી અરિયાના થોડા સમયથી લાઇમલાઇટમાં છે.

થોડા સમય પહેલા મહિમા તેની બહેન આકાંક્ષા ચૌધરી સાથે તેની દીકરી અરિયાના અને તેના ભાણિયા રાયનને ડેંટિસ્ટ પાસે લઇને જઇ રહી હતી, ત્યારે તેઓ સ્પોટ થયા હતા. એવામાં પેપરાજીએ તેમની ઘણી તસવીરો ક્લિક કરી હતી અને જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. યુઝર્સ તો અરિયાનાની ક્યુટનેસના કાયલ થઇ ગયા હતા.

મહિમા ચૌધરીને તેની દીકરી અરિયાના સાથે પબ્લિક પ્લેસ પર સ્પોટ કરવામા આવી હતી. અભિનેત્રીની આ દરમિયાનની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. તે તસવીરોને ચાહકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. એક યુઝરે તો કહ્યુ કે, આ તો કાચની ગુડિયા છે.

લોકો ખાસ કરીને મહિમાની દીકરી અરિયાનાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા હતા. આ દરમિયાન મહિમા અને તેની દીકરી બંને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ થયા હતા.

તમને જણાવી દઇએ કે, મહિમાએ વર્ષ 2006માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જો કે, વર્ષ 2013માં બંને અલગ થઇ ગયા અને તે એકલી જ દીકરીની દેખરેખ કરી રહી છે. તેને બોબી સાથે તલાક તો લીધા નથી પરંતુ તેઓ અલગ રહી રહ્યા છે.

આ કપલે દીકરીની કસ્ટડી માટે લાંબી લડાઇ લડી હતી. જો કે, અંતમાં અદાલતે મહિમાને દીકરીને કસ્ટડી આપી. મહિમા તેની દીકરીને પાળવામાં કોઇ કમી નથી રાખતી. તે ઘણીવાર તેની લાડલી સાથે સોશિયલ મીડિયાા પર તસવીરો શેર કરતી રહે છે.

મહિમા ચૌધરી તેની દીકરી અરિયાના સાથે જૂહુમાં ઘરનો સામાન ખરીદવા નીકળી હતી, જયાં હાજર ફોટોગ્રાફરે બંનેને કેમેરામાં કેપ્ચર કરી લીધા અને એ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ.

એક ઇન્ટરવ્યુમાં મહિમાએ તેના 2 મિસકેરેજ અને તેના લગ્ન સાથે જોડાયેલ પરેશાનીઓ વિશે જણાવ્યુ હતુુ. તેણે કહ્યુ કે તે આ લગ્નથી ખુશ ન હતી. પતિ સાથે ઘણી વસ્તુઓને લઇને ચર્ચા થઇ જતી હતી. આ મુશ્કેલ સમયમાં પતિએ સાથ ન આપ્યો પરંતુ તેમની માતા અને બહેને ઘણો સાથ આપ્યો. જયારે પણ તે બહાર જતી ત્યારે દીકરીને માતાના ઘરે છોડીને જતી હતી. તે તેનું ઘણુ ધ્યાન રાખતા હતા.

મહિમા ચૌધરીએ વર્ષ 1997માં ફિલ્મ “પરદેશ”થી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તે બાદ તે “દિલ કયા કરે” “લજ્જા” “ધડકન” “દીવાને” “દિલ હે તુમ્હારા” “ઓમ જય જગદીશ”  જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. મહિમા છેલ્લે ફિલ્મ ગાલી ક્રાઇમ થ્રિલર ‘ડાર્ક ચોકલેટ’માં હતી જે વર્ષ 2016માં રીલિઝ થઇ હતી.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2007માં તેમનો એક ભયંકર એક્સિડન્ટ થઇ ગયો હતો, જે બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ. મહિમા ચૌધરીની બહેનના દીકરા રાયન સાથે અરિયાનાની ઘણી સારી બોન્ડિંગ છે. તે એકબીજાની ઘણા નજીક છ. બાળપણથી જ તે બંને ભાઇ-બહેન સાથે સાથે એક સારા મિત્રો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina