મશહૂર અદાકારા મહિમા ચૌધરીની દીકરી અરિયાના છે ખૂબ જ ખૂબસુરત અને સ્ટાઇલિશ, તસવીરો વાયરલ થતા ચાહકો આપી બેઠા દિલ

જેવી માં એવી દીકરી, દિગ્ગજ અભિનેત્રી મહિમાની 14 વર્ષની લાડલી છે ખુબ જ ક્યૂટ- 7 તસવીરો જોઈને કહેશો આ તો મોટી હિરોઈન બનશે

બોલિવુડ અભિનેત્રી મહિમા ચૌધરી ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે.

મહિમાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ પરદેશમાં બોલિવુડમાં પગ મૂક્યો હતો. પરંતુ એક અકસ્માત બાદ તેમના ચહેરા પર ઇજાને કારણે તેમને ઘણા સમય સુધી બ્રેક લેવો પડ્યો હતો. જો કે, તેમણે કમબેક કર્યુ પરંતુ તે કામયાબ ન રહ્યુ.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2006માં મહિમાએ બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2013માં અલગ થઇ ગયા હતા. તેમને એક દીકરી છે. જેનું નામ અરિયાના છે.

90ના દાયકાની મશહૂર અભિનેત્રી મહિમા ચૌધરી એકલી જ તેમની દીકરી અરિયાનાની પરવરિશ કરી રહી છે. 14 વર્ષિય અરિયાના ખૂબ જ ખૂબસુરત અને સ્ટાઇલિશ છે.

અરિયાના ઘણીવાર તેની માતા સાથે સ્પોટ થાય છે. એવામાં પેપરાજી દ્વારા તેમની ઘણી બધી તસવીરો ક્લિક કરવામાં આવે છે.

અરિયાનાની ખૂબસુરતી પર ચાહકો તો ફિદા છે. તેની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તે ઘણી ક્યુટ છે.

તમને જણાવી દઇએ કે, અરિયાના કેમેરા ફ્રેન્ડલી બની ગઇ છે. તે કેમેરા સામે જોઇ ઘણા પોઝ આપે છે. તેને મહિમાની કાર્બન કોપી પણ કહેવામાં આવે છે.

અરિયાના મહિમા ચૌધરી અને બોબી મુખર્જીની દીકરી છે. તે બંનેએ તલાક તો લીધો નથી પરંતુ બંને અલગ રહી રહ્યા છે. અરિયાનની કસ્ટડી મેળવવા માટે કપલે કોર્ટમાં લાંબી લડાઇ લડી હતી. જો કે, અંતમાં અરિયાનાની કસ્ટડી મહિમાને મળી હતી.

મહિમા ચૌધરીની બહેન આકાંક્ષાને એક દીકરો છે. તેનું નામ રાયન છે. બંને બહેનો મળી બાળકોની દેખરેખ રાખે છે. રાયન અને અરિયાના વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે. બંને એકબીજાની ઘણા નજીક છે. બાળપણથી જ તેઓ સાથે છે. તેઓ ભાઇ-બહેન હોવાની સાથે સાથે ખાસ મિત્રો પણ છે.

મહિમાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે ફિલ્મ પરદેશથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી.

 

Shah Jina