મહિમા ચૌધરી જેટલી જ ખૂબસુરત છે તેની દીકરી, વાયરલ થઇ તસવીરો અને વીડિયો

દીકરી અરિયાના સાથે સ્પોટ થઇ મહિમા ચૌધરી, તસવીરો જોઇ ચાહકો બોલ્યા- માતાની કાર્બન કોપી

90ના દાયકાની ખૂબસુરત અને મશહૂર અભિનેત્રી મહિમા ચોધરીએ આમ તો ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની તસવીરો વાયરલ થતી રહે છે. હાલમાં જ તે તેની દીકરી અરિયાના સાથે સ્પોટ થઇ હતી, આ દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

Image source

મહિમા હાલમાં જ તેની દીકરી સાથે ઘરનો કેટલોક સામાન ખરીદવા નીકળી હતી. આ દરમિયાન બંનેની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઇ હતી, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. મહિના અને અરિયાના બ્લેક કેઝયુઅલ લુકમાં સ્પોટ થયા હતા.

Image source

મહિના અને તેની દીકરી બંનેએ કોરોના મહામારીને કારણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. આ ઉપરાંત તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અરિયાના અને મહિમા બંનેનો ચહેરો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો બંને ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

Image source

સુપરહિટ ફિલ્મ “પરદેશ”થી ડેબ્યુ કરનારી અભિનેત્રી મહિમા ચૌધરી હાલ તેની અલગ જ લાઇફ જીવી રહી છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2006માં બિઝનેસ મેન બોબી મુખર્જી સાથે તેણે લગ્ન કર્યા હતા. જો કે, વર્ષ 2013માં તે બંને અલગ થઇ ગયા હતા.

Image source

મહિમા ઘણીવાર તેની લાડલી સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહેતી હોય છે. તે એકલી જ તેની દીકરીની દેખરેખ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina