મોટાભાગે જોવા મળતું હોય છે કે એક ઘરમાં વિવાહિત મહિલાઓ પોતાની વસ્તુઓ એકબીજાને આપતી હોય છે.જો કે પોતાની વસ્તુઓને બીજાને આપવી એક સારી વાત છે પણ અમુક વસ્તુઓ એવી પણ છે જેને ક્યારેય પણ એકબીજા સાથે શેર કરવી ન જોઈએ.ખાસ કરીને વિવાહિત મહિલાઓએ આ પાંચ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.કેમ કે આ વસ્તુ બીજી મહિલાને આપવાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખરાબ થઇ શકે છે અને એવી માન્યતા છે કે આ વસ્તુઓ બીજાને આપવાથી સંબંધમાં અંતર આવી જાય છે અને વિવાહિત જીવનને ખરાબ નજર લાગી જાય છે. આવો તો તમને જણાવીએ આ પાંચ વસ્તુઓ વિશે..
1.આંખનું કાજલ:

વિવાહિત મહિલાએ પોતાની આંખમાં લગાવવામાં આવતું કાજલ બીજી કોઈ મહિલાને આપવું જોઈએ નહિ.માન્યતા છે કે આવું કરવાથી પતિનો પ્રેમ તમારા પ્રત્યે ઓછો થાવા લાગે છે અને બંને વચ્ચે લડાઈ-ઝગડા પણ થાવા લાગે છે.
2.મહેંદી:

દરેક વિવાહિત સ્ત્રીના હાથોની મહેંદી તેના પતિના પ્રેમ અને તેની સલામતીની નિશાની હોય છે.માન્યતા છે કે મહેંદી જેટલી વધારે ઘેરી હોય છે તે મહિલાનો પતિ તેટલો જ ઊંડો પ્રેમ તેને કરે છે.માટે કોઈને પણ પોતાની મહેંદી આપવાથી પ્રેમ પણ વહેંચવા લાગે છે.એટલે કે તમારી વધેલી મહેંદીને બીજી મહિલાને ક્યારેય ન આપો.
3.માથાનું સિંદૂર:

મહિલાઓના સુહાગની નિશાની સિંદૂર જે સૌથી પહેલા લગ્નના સમયે પોતાના પતિના હાથેથી ધારણ કરવાનું હોય છે.કોઈપણ મહિલાએ પોતાનું સિંદૂર કોઈ અન્ય મહિલાને આપવું જોઈએ નહિ.એટલે કે જે પણ ડબ્બી માંથી મહિલા સિંદૂર લગાવે છે તે ડબ્બીને અન્ય કોઈને પણ આપવી ન જોઈએ.આ સિવાય એ પણ માન્યતા છે કે મહિલાઓએ અન્ય કોઈની સામે સિંદૂર લગાવવું જોઈએ નહીં.
4.પગની પાયલ અને હાથની બંગળી:

બંગળી અને પાયલની ખનકાર વિવાહિત મહિલાઓના જીવનમાં ખુશીઓ લઈને આવે છે.હંમેશા એવું થાતું હોય છે કે મહિલાઓ કપડાને મેચિંગ કરવાના ચક્કરમાં પોતાની બંગળી બીજાને આપતી હોય છે કે બીજાઓ પાસેથી લેતી હોય છે જે અશુભ માનવામાં આવે છે.
5.માથાનો ચાંદલો:

દરેક વિવાહિત મહિલાઓને ચાંદલો લગાવવો જરૂરી માનવામાં આવે છે.સિંદૂરની જેમ ચાંદલો પણ મહિલાઓની સુહાગની નિશાની માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે પોતાના માથા પર લગાવેલો ચાંદલો ઉતારીને કોઈ અન્યને લગાવવો જોઈને નહીં. જે પતિ-પત્ની વચ્ચે અણગમો અને મનમુટાવ થાવાની સ્થિતિને ઉત્પન્ન કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks