જાણવા જેવું ધાર્મિક-દુનિયા

પતિ-પત્નીનુ જોડાયેલું હોય છે એકબીજા સાથે ભાગ્ય, આવા કામ કરવાથી પત્નીને તરત જ રોકો નહીંતર …

હાલના સયમમાં ભલે પુરુષ ઘરના કામોમાં મદદ કરવા લાગ્યા હોય પણ આજે પણ મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે.તે પોતાના કર્મોથી ઘરને સ્વર્ગ બનાવી શકે છે તો તેની ભૂલો પણ ઘરમાં અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. જેને લીધે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે.

Image Source

કહેવામાં આવે છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, જો કે એક રીતે આ વાત સાચી પણ છે.જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર ઘર નથી હોતું.દરેક ઘરની સુખ સમૃદ્ધિ સ્ત્રી સાથે જોડાયેલી હોય છે.જો કે શાસ્ત્રોના અનુસાર અજાણતા સ્ત્રીથી અમુક એવી ભૂલો થઇ જાતિ હોય છે જેનાથી ઘરની સુખ-શાંતિ પણ દૂર થઇ જાય છે.એવામાં એવા ઘણા કામ છે જે સ્ત્રીઓએ ક્યારેય પણ કરવા ન જોઈએ.

Image Source

લગ્ન પછી પતિ અને પત્નીનું ભાગ્ય એકબીજા સાથે જોડાઈ જાતું હોય છે. મહિલાઓ ઘરમાં જે પણ કામ કરે છે તેનો પ્રભાવ તેના પતિ પર પણ પડે છે.આજે અમે તમને જણાવીશું કે પત્નીઓના એવા ક્યાં કામ છે જેને લીધે પતિની સ્થિતિ ખરાબ થઇ શકે છે.

1.સાવરણીને પગ મારવો:
કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ સાવરણીને પગ વડે લાત મારવી જોઈએ નહીં.જે ઘરમાં મહિલાઓ આવું કરે છે તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી હોતો. આવા ઘરમાં દરિદ્રતા છવાઈ જાય છે.તે ઘર ક્યારેય પણ આર્થિક રૂપથી સંપન્ન નથી થઇ શકતું.માટે મહિલાઓએ ક્યારેય પણ ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ.

Image Source

2.એઠા વાસણ રાખવા:
મહિલાએ પોતાના ઘરમાં ક્યારેય પણ એઠા વાસણ રાખવા ન જોઈએ.મોટાભાગે મહિલાઓને આદત હોય છે કે તેઓ કડાઈ કે અન્ય વાસણને રસોડામાં જ મૂકી રાખે છે.આવા ઘરમાં લક્ષ્મી ક્યારેય પણ નથી આવતી અને મહિલાની આ જ ટેવ ગરીબી અને દુઃખનું કારણ બને છે.

Image Source

3.સવારે જલ્દી ન ઉઠનારી મહિલાઓ:
શાસ્ત્રોના અનુસાર જે વિવાહિત મહિલા સવારે મોડા સુધી સુવે છે અને જલ્દી નથી ઉઠતી તેનાથી માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે.તમે પણ જલ્દી ઉઠવાની કોશિશ કરો અને ધીરે ધીમે તેની આદત બનાવો.આ સિવાય ઘરની સાફ સફાઈના દરેક કામને સવારે જ પૂર્ણ કરી લો.

Image Source

4.તુલસીની પૂજા કરવી:
હિન્દૂ ધર્મમાં પવિત્ર છોડમાંના એક તુલસીને માનવામાં આવે છે. જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ-સમૃદ્ધિ નો વાસ હોય છે. ઘરની મહિલાઓએ સવાર સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ.તુલસીની પૂજા ન કરનારી મહિલાઓના ઘરમાં હંમેશા નકારાત્મકતા જ રહે છે.

Image Source

5.મહેમાનોનું સત્કાર કરવું:
ઘરમાં આવેલા મહેમાનો ભગવાન સમાન હોય છે.તેઓનું પૂર્ણ સમ્માન અને નિષ્ઠાથી આદર-સત્કાર કરવું જોઈએ.આવું કરવાથી અતિથિ પણ પ્રસન્ન થાય છે અને તેઓના દિલમાંથી આશીર્વાદ નીકળે છે,જે ભગવત પ્રાપ્તિ માટે ખુબ મદદરૂપ થાય છે.

Image Source

6.ઘરને સ્વચ્છ ન રાખવું:
ઘરની મહિલાઓએ પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારની ગંદગી ન રાખવી જોઈએ।ઘર સ્વચ્છ ન રાખવા પર માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે, જેને લીધે ઘરમાં ધનનું આગમન પણ અટકી જાય છે.

Image Source

7.ઘરમાં શાંતિ રાખવી:
પતિ અને પત્ની વચ્ચે પ્રેમ બનેલો રાખવો જોઈએ.જો કોઈ ઘરમાં પતિ-પત્ની ની વચ્ચે મનમુટાવ વધી જાય છે તો તે ઘરની લક્ષ્મીને નારાજ કરી શકે છે અને આર્થિક સંકટો પણ વધી જાય છે.

Image Source

8.મહિલાઓ કોઈને પણ ન આપે આ વસ્તુઓ:
વિવાહિત મહિલાએ ક્યારેય પણ પોતાની સિંદૂરની ડબ્બી અન્ય કોઈને આપવી ન જોઈએ.આ સિવાય અન્ય શૃંગારનો સામાન જેમ કે પાયલ,બંગડી કે ચાંદલો અન્યને આપવો ન જોઈએ કેમ કે આ બધી સુહાગની નિશાની માનવામાં આવે છે. અને તેને અન્ય કોઈને આપવું અશુભ માનવામાં આવે છે.

Image Source

9.જે મહિલાઓની આદત અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરવાની આદત છે તેવી પત્નીઓના પતિ ક્યારેય પણ ખુશ નથી રહેતા કેમ કે આવું કરવાથી ઘરમાં હંમેશા નકારત્મકતા ઉત્પ્ન્ન થાય છે.

Image Source

10. અઠવાડિયામાં એક દિવસ પુરા ઘરમાં મીઠાના પાણીના પોતા કરવા જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરના કલેશ-કંકાસ દૂર થઇ જાય છે અને પરિવારમાં સમાનતા બની રહે છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks