ખબર

સાઉદીથી પાછા આવીને આ મહિલાએ ખોલી શેખોની પોલ, સંભળાવી પોતાના પર વીતેલી ભયાનક કહાની…

માનવ અધિકારોના મામલે સાઉદી અરબનો રેકોર્ડ સારો નથી, ખાસ કરીને મહિલાઓના અધિકારને લઈને. સાઉદી અરબમાં સ્ત્રીઓ કોઈ પુરુષો વિના પણ ઘરમાં એકલી રહી નથી શકતી, એકલી બહાર જઈ નથી શકતી અને બીજી ઘણીબધી પાબંધીઓ તેમના પર લગાવવામાં આવે છે. ત્યારે ત્યાં કામ અર્થે ગયેલા ભારતીયોની તો શું વિસાત… વિદેશની ધરતી પર પૈસા કમાવવા ગયેલી વધુ એક ભારતીય મહિલા મજૂરના ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે.

Image Source

ભારતમાં જે ઓછા ભણેલા-ગણેલા લોકો હોય છે તેઓના મનમાં એક વાત હંમેશા હોય છે કે જીવનમાં જો એકવાર સાઉદી અરબ ચાલ્યા જઈએ, જેનાથી તેઓ ખુબ પૈસા કમાઈ શકે અને તેઓનું જીવન ખુબ એશો આરામથી વીતી શકે. પણ ઘણીવાર સાઉદી જવું દરેક કોઈ માટે સારો સંકેત નથી હોતો, કેમકે અહીં શેખ લોકો મહિલાઓની સાથે-સાથે પુરુષોને પણ નથી છોડતા.

એવામાં તેઓ ભારતીય લોકોનું કોઈને કોઈ રૂપે શોષણ કરી જ લે છે. આ વાત પર પાકી સાબિતી ત્યારે મળી જયારે એક ભારતીય મહિલા ત્યાંના શેખ લોકોની કૈદથી ભાગીને આવી ગઈ. સાઉદથી પાછા આવીને મહિલાએ શેખનું રહસ્ય ખોલ્યું, ત્યાંથી ખુબ મુશ્કિલથી તેને છોડાવવામાં આવી અને હવે પાછી આવીને સાઉદી અરબમાં પોતાની સાથે થયેલા અત્યાચારોને પોલીસ સામે રજૂ કર્યા.

Image Source

આજનો સમય ખુબ ઝડપી બની ગયો છે અને અહીં કોઇપર પણ જલ્દી ભરોસો કરવો મુશ્કિલ થઇ ગયું છે. આવું કરીને આ મહિલાએ પણ ખુબ જ મોટી ભૂલ કરી નાખી હતી જ્યારે તેણે પોતાના પરિવારની ખુશી માટે પોતાને નરકમાં મોકલી દીધી હતી. એક એવી મહિલા જેનો પરિવાર આર્થિક તંગીથી પીડાઈ રહ્યો હતો અને તેના પતિને સાઉદી જાવું હતું પણ સ્વાસ્થ્ય સારું ન હોવાને લીધે તે જઈ ના શક્યો, માટે તેની પત્નીએ ત્યાં જવાનું નક્કી કર્યું, પછી તે એક દલાલની મદદથી સાઉદી અરબ પહોંચી ગઈ. જ્યાં તે એક શેખના ઘરે ગઈ ત્યાં તેને અમુક દિવસો માટે તો ખુબ સારી રીતે રાખવામાં આવી, પણ અમુક સમય પછી તેનું દરેક રીતે શોષણ કરવામાં આવ્યું.

Image Source

મહિલાએ પાછા આવીને પોતાના પર વીતેલી કહાની વિશે કહ્યું કે, તેને લોકોના એઠા વાસણમાં એઠું ભોજન આપવામાં આવતું હતું પછી શેખ લોકો તેની સાથે દિવસ-રાત શોષણ કરતા હતા અને તેઓ તેને 24 કલાકમાં માત્ર 3 જ કલાક સુવા દેતા હતા. ઘણીવાર જો તે સવારે ઉઠી ના શકતી તો ત્યાંની મેડમ તેને લગાતાર મારીને ઉઠાડતી હતી અને શેખ સિવાય તેના બાળકો પણ તેના પર ખરાબ કામ કરવાની કોશિશ કરતા રહેતા હતા. તે મહિલાની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ હતી, અને દરેક કોઈ તેને જાનવરની જેમ રાખતા હતા.

તે મહિલાની સ્થિત જાણવા માટે તેનો પતિ દલાલની પાસે પાસે ગયો અને કહ્યું કે અમુક દિવસોથી તેની પત્ની સાથે વાત નથી થઇ રહી તો શું થયું હશે? તે દલાલે ઘણીવાર વાતને ટાળી નાખી પણ જયારે વાત વધી ગઈ તો તેના પતિએ પોલીસનો સહારો લીધો. પછી જાંચ દ્વારા જાણ થઇ કે તે દલાલ મહિલાઓને લાલચ આપીને અરબ મોકલે છે અને ત્યાંના શેખ તે મહિલાઓના દ્વારા ખુબ પૈસા બનાવતા હતા. જેવી જ પોલીસને આ ઘટનાની જાણ થઇ તો પોલીસે આ શેખની જાંચ શરૂ કરી અને ભારતીય દૂતાવાસની મદદથી તે મહિલાને આઝાદ કરવામાં આવી.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks