અજબગજબ ખબર

OMG : એક મહિલાએ 400 રૂપિયાના બદલામાં એટલી રકમ આપી કે જાણીને આંખો થઇ જશે પહોળી

પેટ્રોલ પમ્પના કર્મચારીને આ છોકરીને 400 નું પેટ્રોલ ભરી આપ્યું પછી આ છોકરીએ આપ્યું જબરદસ્ત ઇનામ- જુઓ

આજકાલ દુઃખના સમયમાં લોકો બહુજ ઓછા ઉભા રહે છે. પછી તે મિત્ર હોય કે સગા સંબંધી. પરંતુ હાલમાં વિદેશમાં એક કિસ્સો સામે આવ્યું છે જે સાંભળીને તમે અચંબામાં પડી જશો. કહેવામાં આવે છે કે મુશ્કેલ સમયમાં જે કામ આવે તે જ સાચો સાથી. કરેલા કર્મનું ફળ ક્યારે પણ નિષ્ફ્ળ જતું જ નથી. વહેલો કે મોડો તેનો લાભ મળે છે.

દક્ષિણ આફ્રિકામાં એક અશ્વેત કર્મચારીએ એક શ્વેત મહિલાની કારમાં ફ્યુઅલ ભરી દીધું હતું. ત્યારે આ મહિલાએ તેના કામની ભાવના જોઈને એક અભિયાન ચલાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા કેપટાઉનનો આ કિસ્સો સામે આવ્યો છે. અહીં 21 વર્ષીય મોનેટ ડેવેન્ટર પેટ્રોલ પંપ પર ફ્યુલ ભરાવવા ગઈ હતી. પેટ્રોલ પંપ પર પહોંચતા જ તેને ખબર પડી કે તેનું પર્સ અને ક્રેડિટ કાર્ડ ઘેર ભૂલી ગઈ છે.

Image Source

ત્યાર બાદ તે ગભરાઈ ગઈ હતી. ડર લાગવા લાગ્યો હતો કે આ અજાણ્યા વિસ્તારમાં તેની મદદ કોણ કરશે? સાથે જ તેને જે વિસ્તારમાંથી પસાર થવાનું હતું તે આખો ગેંગસ્ટરનો વિસ્તાર હતા. ત્યારે પેટ્રોલપંપના એક કર્મચારી નકોસિખો મબેલેને આ યુવતીની સમસ્યાની ખબર પડી હતી. આ યુવકે પળભરનો વિચાર કર્યા વગર તેની ખુદની કમાણીમાંથી 400 રૂપિયાનું ફયુઅલ ભરી દીધું હતું.

https://www.blesk.cz/galerie/zpravy-pribehy/875655/pumpar-hrdinou-zachranil-krasnou-ridicku-v-nesnazich-a-stal-se-hvezdou-internetu?foto=3
Image Source

કર્મચારીએ ફ્યુઅલ ભરી દેતા  મોનેટને મબેલે પર ગર્વ થયો હતો. મબેલે માટે થઈને મોનેટને કંઈકે કરી છૂટવાની ભાવના હતી. 21 વર્ષીય મોનેટે ફેસબુક પર મબેલેના ભરપેટ વખાણ કરી પૈસા ભેગા કરવા માટે એક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનથી તેણીએ સાડા 23 લાખ રૂપિયા ભેગા કરી લીધા હતા. આ રૂપિયા તે કર્મચારીના 8 વર્ષના પગાર બરાબર છે.

Image Source

આ કર્મચારી કામગીરીથી લોકો પણ ખુશ થઇ ગયા હતા. મબેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, શ્વેત-અશ્વેતમાં કોઈ ભેદભાવ હોતો જ નથી. આપણે એક જ છે. અને એક જ રહેવાના છીએ. એકબીજાની મદદ જ સાચો ધર્મ છે. મેં જે કર્યું તે સમજી વિચારીને જ કર્યું. મારી જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ હોત તો  તે આવું જ કરત.

Image Source

હાલ તો મેબેલે  મોનેટના અભિયાન દ્વારા ભેગા કરેલા પૈસા સ્વીકારવા તૈયાર નથી. મબેલેને આ પૈસાનો ડર છે કે, તે જ્યાં રહે છે ત્યાં તેના આ પૈસાની ચોરી થઇ શકે છે. તેથી તે આ પૈસાથી તેના પરિવાર માટે સારા ઘર બનાવવા માટે અને સંતાનોની ફી ભરવા માટે વિનંતી કરી છે.