મનોરંજન

4 વર્ષ ની દીકરી હોવા છતાં લીવ ઇન રીલેશનશીપ માં રહી છે આ અભિનેત્રી, નામ જાણીને ચોંકશો

હાલમાં જ વેબ સિરીઝ ફિક્સરના સેટ પર થયેલા હુમલા બાદ બૉલીવુડ એક્ટ્રેસ માહીં ગીલે તેની પર્સનલ લાઈફને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેના આગામી ફિલ્મના પ્રચાર દરમિયાન મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેની એક પુત્રી પણ છે.

માહી ગ્રીલે જણાવ્યું હતું કે, તે સિંગલ નથી. તે રિલેશનશિપમાં છે અને તેને એક અઢી વર્ષની દીકરી પણ છે. તેનું નામ વેરોનિકા છે. પરંતુ તેને એ ખુલાસો નથી કર્યો કે તેણીઆ દત્તક લીધી છે કે પછી જન્મ આપ્યો છે.

માહી ગીલે ઇન્ટરવ્યૂ દરમિયાન પર્સનલ લાઈફને લઈને વધુમાં જણાવ્યું હતું કે, હું શાદીશુદા નથી. પરંતુ મારે એક બોય ફ્રેન્ડ છે. સાથે જ માહીએ જણાવ્યું હતું કે, અમે લોકો જલ્દી જ લગ્ન કરી લેશું. લગ્ન કરવાથી કે ના કરવાથી અમારા સંબંધમાં કોઈ ફેર નથી પડતો. મને આઝાદી અને સસ્પેન્સ બન્નેની જરૂર છે. અમે એકબીજાની ઈજ્જત કરીએ છીએ.અમે લિવ-ઈન રિલેશનશિપમાં રહીએ છીએ.

43 વર્ષીય માહી ગેલે 2003માં અમીતોઝ માનની ફિલ્મ ‘હવાએ’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ખોયા-ખોયા ચાંદની ચર્ચામાં આવેલી માહીએ ‘સાહબ’, ‘બીવી અને ગેંગ સ્ટાર’,થી લીસ્ટર અભિનેત્રીઓમાં જગ્યા મળી હતી. અને આ ફ્રેન્ચાઇઝીની ત્રણ ફિલ્મમાં તેણીએ કામ કર્યું છે.

માહીએ એ પણ જણાવ્યું હતું કે તેની પુત્રી વેરોનિકાને લઇને કહ્યું હતું કે, તે વધારે દિવસ સુધી મુંબઈની બહાર નથી રહી શકતી.બાળકીની દેખભાળ તેની નજીકની એક વ્યક્તિ કરે છે. સાથે જ માહીએ પણ કોશિશ કરે છે કે, મુંબઈમાં રહીને તે તેની બાળકી સાથે સમય પસાર કરી શકે.

કામની વાત કરીએ તો પ્રોફેશનલ લેવલ પર માહીએ ‘ફેમિલિ ઓફ ઠાકુર ગંજ’ તેના સિવાય ‘દબંગ -3. ઓરફન ટ્રેન, ‘સિર્ફ 5 દીન’ જેવા પ્રોજેક્ટ છે. છેલ્લે તે સંજય દત્ત અને જિમી શેરગિલ સાથે ‘સાહબ બીવી અને ગેંગસ્ટર3માં જોવા મળી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.