આ ખ્યાતનામ અભિનેત્રીની કારને રસ્તા વચ્ચે એક વ્યક્તિએ મારી ટક્કર, ગાળો બોલી અને બળાત્કારની પણ આપી ધમકી, જુઓ વીડિયોમાં આખી ઘટના

સેલેબ્સની લાઈફ સામાન્ય માણસ કરતા થોડી અલગ હોય છે, તેઓ જાહેર રસ્તા ઉપર સામાન્ય માણસની જેમ ફરી નથી શકતા અને તે ક્યાંય પણ બહાર નીકળે છે ત્યારે તેમના ચાહકો તેમને ઘેરી વળતા હોય છે, આ દરમિયાન ઘણા સેલેબ્સને ઘણા કડવા અનુભવ પણ થતા હોય છે, પરંતુ હાલ અભિનેત્રી માહી વીજને જે કડવો અનુભવ થયો છે તેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

અભિનેત્રી અને બિગ બોસ 15 સ્પર્ધક જય ભાનુશાળીની પત્ની માહી વિજે સોશિયલ મીડિયા પર તેની સાથે બનેલી ઘટનાનો ખુલાસો કર્યો છે. માહીએ જણાવ્યું કે રસ્તાની વચ્ચે એક વ્યક્તિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. એટલું જ નહીં, ગેરવર્તણૂક કરવાની સાથે તે વ્યક્તિએ તેને બળાત્કારની ધમકી પણ આપી છે. માહીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

માહી વિજે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘આ માણસે મારી કારને ટક્કર મારી છે. આટલું જ નહીં તેણે બધાની સામે મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. મારી સાથે બળાત્કાર કરવાની ધમકી આપી હતી. આ વ્યક્તિની પત્ની પણ મારી સાથે આક્રમક બની હતી. આ પછી માહી વિજે તેના ટ્વિટર હેન્ડલ પર મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું, ‘કૃપા કરીને મને આ માણસને શોધવામાં મદદ કરો. આ માણસે અમને ધમકી આપી છે.’ માહીના આ વીડિયોમાં વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાઈ રહી છે.

માહી વિજના આ ટ્વીટનો મુંબઈ પોલીસે પણ જવાબ આપ્યો છે. મુંબઈ પોલીસે લખ્યું, ‘તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અને આ ઘટનાની જાણ કરો અને આ ઘટના અંગે ફરિયાદ નોંધાવો.’ તે જ સમયે, માહી વિજ અને જય ભાનુશાલીના ચાહકો તેમને પોતાનું ધ્યાન રાખવાની અપીલ કરી રહ્યા છે.

એક પ્રશંસકે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હે ભગવાન માહી વિજ, આ બિલકુલ સહન ન કરો. આ બાબતને ઉપર લઈ જાઓ. આ બહુ ખરાબ વાત છે. આજકાલ આપણી આસપાસ શું થઈ રહ્યું છે ?’ માહી વિજ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે બિગ બોસ 16નો ભાગ બની શકે છે. માહી વિજે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. માહી વિજે કહ્યું હતું કે, ‘હાલ માટે હું ના કહું છું. હું મારી દીકરીને છોડવા માંગતી, તે હજુ નાની છે.’

Niraj Patel