ખબર

પોતાની સગી દીકરીને વિદાય આપતી વેળાએ જે દુઃખ એક પિતાની આંખોમાં જોવા મળે છે એવું જ દુઃખ જોવા મળ્યું 271 દીકરીઓની વિદાય વખતે આ પાલકપિતાની આંખોમાં

આપણે ત્યાં ઘણા એવા લોકો છે કે જે પોતાની પાસે પૈસા હોવાનો સારો ઉપયોગ કરે છે, તેઓ સમાજને ઉપયોગી થાય એવું કામ કરતા રહે છે. આવા જ એક વ્યક્તિ એટલે સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી, વર્ષ 2012થી દર વર્ષે પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા હોય છે. સુરતના આંગણે પી.પી.સવાણી અને કિરણ જેમ્સના લાખાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 271 પુત્રીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.એમ તો દર વર્ષે મહેશભાઈ સવાણી જરૂરિયાતમંદ દીકરીઓ માટે લગ્નોત્સવનું આયોજન કરતા હોય છે અને તેમને કરિયાવર આપતા હોય છે. ત્યારે મંદીના માહોલ વચ્ચે પણ સતત નવમા વર્ષે પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતા વિહોણી દીકરીઓનું કરિયાવર કરીને તેના લગ્ન કરાવીને આ દીકરીઓને સાસરે વળાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આ વર્ષે આ લગ્નોત્સવમાં કિરણ જેમ્સનો લખાણી પરિવાર પણ સહભાગી થયો.પાનેતર નામના આ સમૂહ લગ્નોત્સવમાં પિતાવિહોણી 271 દીકરીઓના લગ્ન કરાવીને ભીની આંખે સાસરે વળાવવામાં આવી હતી. આ વર્ષે 21 અને 22 ડિસેમ્બરે આયોજિત આ લગ્નોત્સવમાં કુલ 271 લાડકી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમાં 21 ડિસેમ્બરે 135 દીકરીઓના લગ્ન થયા હતા અને 22 ડિસેમ્બરે બીજી 136 દીકરીઓના લગ્ન પણ એટલી જ ભવ્યતાથી કરાવવામાં આવ્યા હતા.સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પડતા આ લગ્નોત્સવમાં જે દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા તેમાં 5 મુસ્લિમ દીકરીઓના નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા, સાથે જ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન રાજ્યની દીકરીઓ લગ્નબંધનથી જોડાઈ હતી.

નીચે જુઓ  Video 1 :

પાનેતર લગ્નોત્સવ પવિત્ર તાપી નદી કિનારે મોટા વરાછા-અબ્રામા સ્થિત પી.પી.સવાણી વિદ્યાસંકુલમાં યોજાયો હતો. ભારતીય લગ્ન પરંપરા અને અનોખી સંસ્કૃતિ વ્યવસ્થાના કારણે પ્રસંગ દિપી ઉઠ્યો હતો.
સુરતમાં આયોજિત પાનેતર લગ્નોત્સવમાં જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવ કરવામાં આવતો નથી. આ વખતે લગ્નોત્સવમાં 270 દીકરીઓમાં 5 મુસ્લિમ, 39 આદિવાસી સમાજની દીકરીઓ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, કર્ણાટક તેલંગાણા, નેપાળની દીકરીનો પણ સમાવેશ કરાયો હતો.

નીચે જુઓ Video 2:

મહેશ સવાણીના નાના દીકરા મોહિતની સગાઈ પણ આ જ લગ્નોત્સવમાં કરવામાં આવી હતી. આ લગ્નોત્સવમાં એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હતા તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હતા. આ લગ્નોત્સવમાં દર વર્ષે કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે.આ લગ્નોત્સવમાં રાજ્યના મંત્રીઓ ભૂંપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતસિંહ વસાવા, જીતુભાઇ વાઘાણી, ગોરધનભાઈ ઝડફિયા, ભરતસિંહ પરમાર, જિંદા શહીદ તરીકે ઓળખાતા એન્ટી ટેરીરિસ્ટ સ્ક્વોર્ડના અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બિટ્ટા, સાંસદ દર્શનાબહેન જરદોશ, ધારાસભ્યો કાંતિભાઈ બલર, કિરણભાઈ ઘોઘારી, વિનુભાઈ મોરડીયા, પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, ઝંખનાબેન પટેલ, મેયર ડૉ. જગદીશભાઈ પટેલ, સુરત કલેક્ટ ડૉ ધવલ પટેલ, વૃંદાવનથી દીદીમા ઋતુંભરા, બગદાણાના માનજીબાપા, પ્રયોશા પ્રતિષ્ઠાન, ડાંગના પીપી સ્વામી સહિતના અનેક આગેવાન ઉપસ્થિતિ રહ્યા હતા.મહેશભાઇ સવાણીએ વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઇઓને અભિનંદન પાઠવતાં ખોટા રીતિ રીવાજોને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. તો સાથે જ દરેક સમાજ આજે ભભકાદાર લગ્ન છોડી સમૂહ લગ્નમાં જોડાયો છે, એ માટે તેમને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

મહેશ સવાણીએ લગ્ન પ્રસંગે સંબોધનમાં વેવાઈઓને ટકોર કરી હતી કે ચા બનાવવામાં ખાંડનો ઉપયોગ મીઠાશ માટે થાય છે પરંતુ ચામાં ખાંડ નાખ્યા બાદ ઓગળે પછી જ ચા તૈયાર થાય છે, ત્યારે આજે દીકરી સાસરે આવે છે. ત્યારે તેને સંપૂર્ણ રીતે સાસરીયા પક્ષમાં સેટ થતાં સમય લાગતો હોય છે. દીકરીઓ પોતાના પરિવારજનોને છોડીને સાસરે જાય છે ત્યારે ગમે તેવો ઝઘડો થાય તો મનાવી લેજો, સહનશીલતા કેળવી, મનને મોટું રાખશો તો દુઃખ નહીં આવે, એમ કહીને તેમને એક પિતા તરીકે પોતાની દીકરીઓનું ધ્યાન રાખવાની વાત પણ તેમના સાસરિયા પક્ષોને કહી હતી.પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓના લગ્ન બાદની જવાબદારી પણ પાલક પિતા તરીકે સવાણી પરિવાર બખૂબી નિભાવે છે. પી.પી.સવાણી ગ્રૂપના મહેશભાઇ સવાણીએ જણાવ્યું હતું કે લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. હું મારી મુસ્લિમ દીકરીઓને અસ્સલામ વાલેકુમ મેસેજ મોકલું છું. તો તેઓ મને જયરામદેવપીર મોકલે છે.સવાણી અને લખાણી પરિવારે દરેક વરરાજાને હેલ્મેટ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની અને પરિવારની સુરક્ષાની કાળજી રાખવાનો સંકલ્પ કરાવ્યો હતો. દરેક પરિવારને એક એક તુલસી આપીને એને ઉછેર કરીને પરિવારને પર્યાવરણ સુરક્ષા અંગે પણ જાગૃતિ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો. મહેશ સવાણીએ જણાવ્યું કે, મંદીના માહોલના કારણે અમે આ વર્ષે 100-125 લગ્ન કરવાનું આયોજન હતું. પરંતુ કિરણ જેમ્સનાં વલ્લભભાઈએ મને હિંમત આપીને જણાવ્યું કે, આર્થિક મદદ માટે હું ઊભો છું. લાખાણી પરિવારે આર્થિક સહયોગ કરતાં 271 લગ્નોનું આયોજન થઈ શક્યું છે.કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ પણ જણાવ્યું હતું કે, મહેશભાઈના આ સેવા કાર્યમાં જોડાઈને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ. આ એક અનોખું સેવા કાર્ય છે જેના અમે વર્ષોથી સાક્ષી હતા આ વર્ષે એના સહભાગી બન્યાનો આનંદ અમને આખા પરિવારને છે.પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા મહેશભાઈ છેલ્લાં 8 વર્ષથી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓને કરિયાવર આપીને માનભેર સાસરે વળાવે છે. અત્યાર સુધીમાં તેમણે 2700 દીકરીઓને સાસરે વળાવી છે. મહેશભાઈ અનુસાર, તેઓ દીકરીઓના લગ્ન જ નથી કરાવતા પણ એ પછીની જવાબદારી પણ પુરી રીતે નિભાવે છે. તેઓ દીકરીના લગ્ન પછી પણ દીકરીના સુખ-દુ:ખમાં સહભાગી થાય છે અને અત્યાર સુધીમાં પરણાવેલી દીકરીઓના ઘરે પિતા તરીકે હાજરી આપતા હોય છે. આ દીકરીઓ પણ તેમને કહેતી હોય છે કે ‘પપ્પા અમને અમારા જૂના પપ્પાની યાદ નથી આવતી, તમે જ અમારા પપ્પા છો’ આનાથી મોટી વિશેષ ખુશી બીજી કોઈ ના હોઈ શકે, અને અત્યારના સમયમાં કે જ્યાં દીકરીઓ સુરક્ષિત નથી રહી, ત્યારે આનાથી મોટી બીજી કોઈ જીત પણ ન હોઈ શકે.
તેઓ કઈ રીતે દીકરીઓની પસંદગી કરે એ અંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ 500 ફોર્મ બહાર પાડે છે જેમાંથી 300 દીકરીઓનું સિલેક્શન કરે છે, જેમાંથી જે દીકરીના ઘરમાં ઘરમાં માતા-પિતા કે ભાઈ કોઈ જ ના હોય એવી દીકરીઓને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. આ વર્ષે એવી 102 દીકરીઓના લગ્ન કરવાના છે. આ પછી એવી દીકરીઓને પ્રાયોરિટી આપવામાં આવે છે કે જેના ઘરમાં પિતા અને ભાઈ ન હોય અને માતા તેમનો ઉછેર કરતી હોય અને એ પછી ત્રીજી પ્રાયોરિટી એ દીકરીઓને આપવામાં આવે છે કે જેના પિતા ન હોય અને ભાઈ તેના કરતા નાનો હોય.મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અહીં એક જ મંડપમાં જ્ઞાતિ, જાતી, સંપ્રદાય, ભાષા, પ્રાંતથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાની નવી દિશાના દર્શન કરાવ્યા છે. પિતા વિહોણી દિકરીઓને સુખી દામ્‍પત્‍ય જીવનના શુભાશિષ પાઠવી, લગ્ન પવિત્ર બંધન સાથે બે આત્‍માઓના મિલન સાથે કુટુંબીજનો માટેનો અનોખો અવસર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, વિશ્વમાં ભારતીય લગ્ન પરંપરા અનોખી ભારતીય સંસ્‍કૃતિ વ્‍યવસ્‍થાના કારણે ભવોભવ સુધી સાથે રહેવાના સંકલ્‍પને કારણે ભારતીય દંપતિ વિશ્વમાં શ્રેષ્‍ઠ છે.સુરતમાં લગ્નના બે દિવસ પહેલા 275 દીકરીઓએ એક સાથે મહેંદી મૂકી હતી. સુરતના અબ્રામાની નજીક ‘રઘુવીર વાડી’માં મહેંદી રસમ યોજાઇ હતી. જેમાં દુલ્હનની સાથે એમની બહેન અને બીજા પરિવારજનો મળી 2500થી વધુ દીકરીઓ મહેંદી મુકાવી હતી.ત્યારે આવા સમાજને ઉપયોગી એવા ઉમદા કાર્ય કરીને સવાણી પરિવાર અને આ વર્ષે તેમની સાથે જોડાયેલો લાખાણી પરિવાર એક અનોખું સમાજ કલ્યાણનું ઉદાહરણ પૂરું પડે છે. પી.પી.સવાણી સંકુલમાં યોજાયેલા આ ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા માટે રસોડા, સ્ટેડ, મંડપ, પાર્કિગ અને ટ્રાફિક વ્યવસ્થામાં આશરે 2000 જેટલા સ્વયંસેવકો ખડે પગે હાજર રહ્યાં હતાં. રસોડામાં 50 હજાર લોકો માટે રસોઈ બનાવવામાં આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.