મહેશભાઈ સવાણી પોતાના સત્કાર્યો માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે. પરંતુ 2012થી તેમને પિતા વગરની દીકરીઓના કન્યાદાન કરીને માનવતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ વર્ષે પણ મહેશ સવાણી 300 દીકરીઓના લગ્ન કરાવવા માટે જઈ રહ્યા છે. તેની તૈયારીના ભાગરૂપે રવિવારે દીકરીઓને કરિયાવર વહેંચી, તમામ વેવાઈઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ લગ્ન સંબંધિ ચર્ચા અને આયોજન કર્યું હતું. મહેશભાઈ સવાણી આ સાતમા આયોજનમાં 300 દીકરીઓના કન્યાદાન સાથે કુલ 2684 કન્યાઓનું કન્યાદાન કરનાર વ્યક્તિ બની જશે. ગયા વર્ષે પણ મહેશભાઈએ 261 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા.

મહેશભાઈ સવાણીને ધનની કોઈ ખોટ નથી. તેમનું પી.પી. સવાણી ગ્રુપ રિયલ એસ્ટેટ, ડાયમંડ, શિક્ષણ જેવા આલગ અલગ વ્યવસાયો સાથે જોડાઈ વાર્ષિક રૂપિયા 1000 કરોડ કરતાં વધુની આવક ધરાવે છે ત્યારે આ પૈસાને કોઈ સદમાર્ગે વાપરવાનો મહેશભાઈનો આ વિચાર સરાહનીય છે.

કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ વિના મહેશભાઈ દીકરીઓના લગ્ન કરાવે છે જેમાં હિન્દૂ, મુસ્લિમ અને ક્રિશ્ચનની દીકરીઓના પણ મહેશભાઈ એટલી જ ખુશીથી લગ્ન કરાવે છે.

કન્યાદાન એ મહાદાન છે. મહેશભાઈ સવાણી માત્ર પૈસા કમાઈ નથી જાણતા પરંતુ તેનો સદ્દઉપયોગ પણ કરી જાણે છે, બાપ વિનાની દીકરીઓના લગ્ન સિવાય 3500 જેટલા અનાથ વિધાર્થીઓને ભણવામાં પણ પૂરતી મદદ કરે છે. પોતાની શાળામાં તો એમની પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી પરંતુ, બીજી શાળાઓમાં પણ બાળકોને ભણવામાં મહેશભાઈ હંમેશ મદદ કરતા આવ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.