સુરત : હજારો દીકરીઓના પાલક પિતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ મહેંકાવી માનવતા, કરી રહ્યા છે આ સુંદર કામ

ગુજરાત સહિત રાજ્યભરમાં ઓક્સિજનની અછતને પગલે કોરોનાની સ્થિતિ કફોડી બની છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની કરકસર કરવા સુચના આપી દેવાઈ છે. કોરોનાની પહેલી લહેરમાં સુરતીલાલાઓ સૌરાષ્ટ્ર દોડ્યા હતા પણ બીજી લહેરમાં લોકો હવે સુરત અને અમદાવાદ તરફ સારવાર માટે દોડી રહ્યા છે.

Image source

સુરતના ઉદ્યોગપતિ અને હજારો દત્તક દીકરીઓના પિતા એવા ભામાશા ગણાતા મહેશભાઈ સવાણી યુવા સંગઠનોને સાથે રાખી ચલાવી રહ્યા છે કોવીડ કેર સેન્ટર…

Image source

સૌરાષ્ટ્રથી સુરત સુધી 500થી 600 કિલોમીટરનું અંતર કાપી સુરત આવતા દર્દીઓને પણ રસ્તામાં ઓક્સિજનની કમીને કારણે જીવ ગુમાવવો પડયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈને સુરતમાં કોરોના દર્દીઓની વહારે આવેલા સેવા સમિતિ દ્વારા સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓને રસ્તામાં ઓક્સિજનની સુવિધા મળી રહે અને સુરત પહોંચી સારવાર મેળવી શકે એ માટે તારાપુર નજીક ઓક્સિજન સેન્ટર ઉભું કરી વધુ એક સગવડ ઉભી કરી છે. સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina