ખબર

હજારો દીકરીઓના પાલક પિતા એવા મહેશ સવાણી કોરોના મહામારીમાં બન્યા લોકોનો પ્રાણવાયુ, જાણો શું સેવા આપી રહી છે તેમની સંસ્થા

કહેવાય છે કે પિતા વિહોંણી દીકરીઓના સ્વરૂપમાં રહેલી જોગમાયાઓના હજારો હાથ હેતથી જેના માથા પર આશિર્વાદ વરસાવી રહ્યા છે એવા મહેશભાઈ સવાણીએ આવનારા સંકટને ઓળખીને સુરતની કુલ 52થી પણ વધુ સંસ્થાઓને એક છત નીચે એકત્ર કરી તાબડતોબ “સેવા” સંસ્થાની સ્થાપના કરી વિવિધ વિસ્તારોમાં 13 જેટલા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દીધા.

પ્રાથમિક સારવાર માટે બેડ,ઓક્સિજન,જરૂરી દવા,ડોક્ટર્સ સહીત ભોજન અને નાસ્તા સહીત તમામ સગવડ ધરાવતા સેન્ટરમાં સારવાર લેતા 600 દર્દીઓને મોતના મુખમાથી હેમખેમ રીતે બચાવવાનો શરૂ થયો એક મહાયજ્ઞ !

સૌરાષ્ટ્રથી સુરત સુધી 500થી 600 કિલોમીટરનું અંતર કાપી સુરત આવતા દર્દીઓને પણ રસ્તામાં ઓક્સિજનની કમીને કારણે જીવ ગુમાવવો પડયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈને સુરતમાં કોરોના દર્દીઓની વહારે આવેલા સેવા સમિતિ દ્વારા સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓને રસ્તામાં ઓક્સિજનની સુવિધા મળી રહે અને સુરત પહોંચી સારવાર મેળવી શકે એ માટે તારાપુર નજીક ઓક્સિજન સેન્ટર ઉભું કરી વધુ એક સગવડ ઉભી કરી છે.

વધુમાં આજરોજ સેવા સંસ્થા સાથે જોડાયેલા સુરતથી સ્વયં સેવકોનો કાફલો સૌરાષ્ટ્ર તરફ જવા રવાના થશે,અને સૌરાષ્ટ્રના ગામે ગામ જઈને લોકોને કોરોના વિષે સાચી માહિતી અને ઈલાજ આપશે.

સેવ સંસ્થાના સૈનિકો દ્વારા “ચાલો વતનની વહારે” દ્વારા 500 ગાડીઓની અંદર સેવાનાં સૈનિકો અને 30 થી વધારે ડોક્ટરની ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા રવાના થશે. નવા જ જોશ અને ઝનૂન સાથે “મારુ ગામ મારી ફરજ, મારુ ગામ તંદુરસ્ત ગામ” બને એવા શુભ હેતુથી આજનાં કોરોના કાળમાં જ્યારે પ્રકોપથી ગામડાઓની સ્થિતિ ખુબ ગંભીર અને દયનિય બની છે. ત્યારે આ સંસ્થા દ્વારા એક અનોખું કાર્ય કરવામાં આવશે.