ફિલ્મી દુનિયા

સુશાંતે મોડી રાત્રે જે મિત્રને ફોન કર્યો હતો, તેણે ખોલ્યું મોટું રાઝ, કહ્યું-‘ધરતી માતાની કસમ…’

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સન્નાટો છવાઈ ગયો છે. સુશાંતના નિધનની બધા જ લોકો હેરાન પરેશાન છે. સુશાંતનો નજીકનો દોસ્ત અને એક્ટર મહેશ કૃષ્ણા શેટ્ટી બતાવવામાં આવી રહ્યો છે. આ એ જ શખ્સ છે જેને સુશાંતએ છેલ્લો કોલ કર્યો હતો. પરંતુ મહેશએ ફોન ઉપાડયો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંતના નિધન બાદ હવે મહેશ શેટ્ટીએ તેના નજીકના મિત્રની યાદમાં એકે ખુબસુરત અને ભાવુક કર દેનારી પોસ્ટ લખી છે. મહેશે સોશિયલ મીડિયામાંએક લાંબીલચક પોસ્ટ લખીને સુશાંત સાથે વિતાવેલા સમયને યાદ કર્યો હતો અને આ સાથે જ એક્ટરની તારીફ કરી હતી. મહેશ શેટ્ટીએ સુશાંત સિંહ રાજપૂતને તેનો ભાઈ ગણાવ્યો છે. પોસ્ટમાં તેને કહ્યું હતું કે, તમારા જીવનમાં ઘણી વખત તમે એવા વ્યક્તિને મળો છો કે જેની સાથે તમે ખૂબ જ કનેક્ટથઇ જાવ છો. એવું લાગે છે કે તમે તેને લાંબા સમયથી ઓળખ્યા છો. તમે સમજો છો કે ભાઈ બનવા માટે માતા પાસેથી જન્મ લેવો જરૂરી નથી. આવી જ રીતે આપણે મળ્યા હતા. સુશાંત અને હું ભાઈઓ જેવા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Shetty (@memaheshshetty) on

મહેશે તેની પોસ્ટમાં સુશાંતના જિંદાદિલનો વલણનો પણ ઉલ્લેખ કર્યો છે. તેને લખ્યું હતું કે, તે એક બાળક જેવો હતો જે કેન્ડીની દુકાન પર ઉભો રહી જતો હોય.. પ્રચંડ ઉર્જા અને સપના જે ક્યારેય સમાપ્ત થતા નથી. મહેશે સુશાંતને પરફેક્શનિસ્ટ પણ ગણાવ્યો હતો. તેમના કહેવા મુજબ સુશાંતની દરેક ફિલ્મ જોઈને તે ખૂબ ખુશ હતો. તે અભિનેતાના સમર્પણ અને મહેનતની દરેક ભૂમિકામાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Shetty (@memaheshshetty) on

હવે સુશાંતના જવાથી મહેશ કૃષ્ણ શેટ્ટી તૂટી ગયો છે. તેને દુઃખ છે કે તે સુશાંતની વેદના સમજી શક્યો નથી. તે લખે છે – હું ધરતી માતાના સમ ખાઈને કે, દરરોજ રાત્રે હું તને તારામાં જોઈશ. મહેશની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કેટલાક ચાહકોના મનમાં રોષ છે અને કેટલાક તેમની સહાનુભૂતિ પણ બતાવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.