ફિલ્મી દુનિયા

સુશાંત આત્મહત્યા કેસમાં મહેશ ભટ્ટની અઢી કલાક સુધી મુંબઈ પોલીસે કરી પૂછપરછ, જાણો સમગ્ર મામલો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો ઉપર સવાલો ઉઠ્યા છે. જેને લઈને પોલીસ પણ તેમની પુછપરછ કરી રહી છે. પોલીસે અત્યાર સુધી માં બૉલીવુડ સાથે સંકળાયેલા 30થી વધુ લોકોની પુછપરછ કરી છે, ત્યારે હવે આ બાબતે મુંબઈ પોલીસ દ્વારા ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યુસર મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી હતી.

Image Source

પોલીસ દ્વારા મહેશ ભટ્ટની અઢી કલાક સુધી પુછપરછ કરવામાં આવી અને તેમના જવાબો નોંધવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મહેશ ભટ્ટ સવારે 11:30 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બપોરે 2 વાગે તેમને બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સુશાંતના બૉલીવુડ કેરિયરને લઈને તેમને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા.

Image Source

સુશાંતની આત્મહત્યા બાદ પોલીસે મહેશ ભટ્ટને પણ સમન પાઠવ્યું હતું જેને લઈને આજે તે પોતાના જવાબો નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જાણકારી પ્રમાણે ડીસીપીએ જાતે જ મહેશ ભટ્ટ સાથે પુછપરછ કરી છે.

Image Source

સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટની નજીક હતી. રિયાએ આ વાતની જાણકારી પહેલા જ આપી ચુકી છે કે તે મહેશ ભટ્ટ પાસે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ મામલાને લઈને સલાહ લેતી હતી.

Image Source

પોલીસ સાથે મહેશ ભટ્ટની શું પુછપરછ થઇ તેના વિશેની હજુ કોઈ જાણકારી બહાર નથી આવી, મહેશ ભટ્ટ તેમની ફિલ્મ “સડક-2″માં સુશાંતને લેવાના હતા પરંતુ તેની જગ્યાએ આદિત્ય રોય કપૂરને લેવામાં આવ્યો હતો. આ અંગે પણ પોલીસે સવાલ કર્યા હશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.