રણબીર કપૂર અને મહેશ ભટ્ટ વચ્ચે કેવો છે સંબંધ ? સસરા-જમાઇની આ તસવીરોએ ખોલ્યુ રાઝ

બી-ટાઉનનું સૌથી લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કપલના લગ્નની તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા ભટ્ટે લગ્ન બાદ રણબીર કપૂર સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ત્યારે આ બધા વચ્ચે આલિયાની બહેન પૂજા ભટ્ટે લગ્નની અનસીન તસવીરો શેર કરી છે. જેને જોઈને તમે awww બોલ્યા વગર નહીં રહી શકો. પૂજા ભટ્ટે સુંદર તસવીરો શેર કરી છે જેમાં જમાઈ અને સસરાનું બોન્ડિંગ જોવા મળી રહ્યુ છે. આ બે તસવીરોમાં રણબીર કપૂર તેના સસરા મહેશ ભટ્ટને ગળે લગાવતો જોવા મળે છે.

રણબીર કપૂર અને મહેશ ભટ્ટ એકબીજાને ગળે લગાડતા ઉભા રહેલા આ ફોટાને મિસ કરવો એ સૌથી મોટી ભૂલ હશે. પહેલી તસવીરમાં રણબીર કપૂર તેના સસરા મહેશ ભટ્ટને ગળે લગાવતો જોવા મળે છે. બંને હસતા હોય છે. સસરા અને જમાઈ વચ્ચે આવું બંધન તમે ભાગ્યે જ જોયું હશે. બીજા ફોટામાં રણબીર કપૂર મહેશ ભટ્ટને ગળે લગાવી રહ્યો છે. જ્યાં રણબીર હસી રહ્યો છે. જ્યારે મહેશ ભટ્ટ થોડા ઇમોશનલ દેખાઈ રહ્યા છે. જમાઈ અને સસરાની આ જોડી સફેદ આઉટફિટમાં હિટ લાગી રહી છે.

રણબીર અને મહેશ ભટ્ટના આ ફોટા જોયા પછી તમે પણ કહેશો કે બોન્ડ હોય તો આવું… મહેશ ભટ્ટ રણબીર કપૂરને પુત્રની જેમ પ્રેમ કરે છે. આ પહેલા આલિયાની માતા સોની રાઝદાને પણ કહ્યું હતું કે તેમને રણબીરના રૂપમાં પુત્ર મળ્યો છે. આ મનમોહક ફોટા શેર કરતા પૂજા ભટ્ટે કેપ્શન લખ્યું – જ્યારે તમારી પાસે હૃદયથી સાંભળવાની અને બોલવાની ક્ષમતા હોય ત્યારે શબ્દોની કોને જરૂર છે ? રણબીર અને મહેશ ભટ્ટની તસવીરની જેમ પૂજા ભટ્ટનું આ કેપ્શન પણ ખૂબ જ ક્યૂટ છે.

રણબીર અને મહેશ ભટ્ટની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટો પર ફેન્સની કોમેન્ટ આવી રહી છે. બધા જમાઈ અને સસરા વચ્ચે જોવા મળેલા આ બોન્ડની પ્રશંસા કરી છે.  રણબીર કપૂરના લગ્નમાં ચાહકોએ વધુ એક વાત નોટિસ કરી, જેની ચારેબાજુ ચર્ચા થઈ. મહેશ ભટ્ટ, જે હંમેશા કાળા કપડા પહેરવા માટે જાણીતા છે, તેઓ તેમની પુત્રીના લગ્નમાં ઓફ-વ્હાઈટ કપડામાં જોવા મળ્યા હતા જે લગ્નની થીમ પણ હતી.

મહેશ ભટ્ટે તેમની પુત્રીના લગ્નમાં તેમની જૂની પરંપરા તોડી હતી. તમને જણાવી દઈએ કે લગ્નમાં બ્લેક આઉટફિટ પહેરવાને ઘણી જગ્યાએ શુભ માનવામાં આવતું નથી. આ પહેલા પૂજા ભટ્ટે મહેશ ભટ્ટનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમની બંને હથેળીઓ પર મહેંદી જોવા મળી હતી. મહેશ ભટ્ટે પોતાની હથેળી પર પુત્રી આલિયા અને જમાઈ રણબીરનુ નામ લખાવ્યુ હતુ.

પૂજાએ કેપ્શનમાં લખ્યું, ‘તારાઓમાં લખેલું અને પાપાની હથેળી પર લખેલું. હૃદયમાં પણ આ નામ છે…જીવનભર’. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં કરણ જોહર, સૈફ અલી ખાન, અયાન મુખર્જી, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણધીર કપૂર સહિત ઘણા દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી.

Shah Jina