નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ બોલીવુડના તે લોકોમાંના એક છે જે દરેક મુદ્દાઓ પર દિલ ખોલીને પોતાનું મંતવ્ય આપવા માટે ઓળખવામાં આવે છે. જો કે ઘણીવાર તેઓને આવી બબાતોને લીધે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પોતાની ફિલ્મોની સાથે સાથે વ્યક્તિગત જીવનને લઇને પણ ચર્ચામાં રહેનારા મહેશ ભટ્ટ વિશે અમુક સમય પહેલા સોશિયલ મીડિયામાં એ ખબર આવી હતી કે તેને હૃદયનો હુમલો આવ્યો છે અને તેનું નિધન થઇ ગયું છે, જેના પછી મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટએ આ અફવાની હકીકત જણાવી છે.
View this post on Instagram
પૂજા ભટ્ટએ ટ્વીટર પર પિતાની તસ્વીર શેર કરતા લખ્યું કે,”અફવા ફેલાવનારા અને ચિંતા કરનારા તે દરેક લોકો માટે છે જેઓ ચીંતીત હતા કે મારા પિતા મહેશ ભટ્ટનું હૃદયનો હુમલો આવવાને લીધે નિધન થયું છે. મારા પિતા પોતાના અંદાજમાં જીવન જીવી રહ્યા છે,દોરી વગરના લાલ બુટ પહેરેલા”.
પૂજા ભટ્ટએ મહેશ ભટ્ટની બે તસ્વીર શેર કરી હતી જેમાં એકમાં મહેશું ભટ્ટ ઉભેલા દેખાઈ રહ્યા છે જ્યારે બીજી તસ્વીરમાં લાલ બુટ પહેરીને આરામથી બેઠેલા છે.
To the rumour mongers and the ones who called in a genuine state of panic upon hearing that my father @MaheshNBhatt had a heart attack and is dead,here is ample proof that he is his usual self,living dangerously and kicking! In red shoes no less! 🙏🙏🙏 pic.twitter.com/iwxtvpfOSO
— Pooja Bhatt (@PoojaB1972) 6 September 2019
જણાવી દઈએ કે CINTAA એ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે ગુજરાતી અભિનેતા મહેશ ભટ્ટના નિધન પર દુઃખ પર વ્યક્ત કર્યું હતું. એવામાં દરેકને લાગ્યું કે નિર્દેશન મહેશ ભટ્ટનું નિધન થયું છે. એવામાં મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારા ભાઈ એકદમ ઠીક છે અને તેનું સ્વાસ્થ્ય પણ ઠીક જ છે અને હાલ તે ‘સડક-2’ ફિલ્મમાં વ્યસ્ત છે.
જણાવી દઈએ કે મહેશ ભટ્ટના પહેલા અભિનેત્રી અમિષા પટેલને લઈને પણ આવી અફવાઓ સામે આવી હતી. ખબર એ હતી કે અમિષા પટેલની કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગઈ છે જેના પછી અમિષા જાતે જ સામે આવી હતી અને હકીકત જણાવી હતી.
અમીષાએ ટ્વીટર પર લખ્યું કે,”હું એકદમ ઠીક છું. આ અફવા એકદમ ખોટી છે. તમારા આ પ્રેમ અને ચિંતા માટે આભાર”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks