ફિલ્મી દુનિયા

આ અભિનેત્રી સાથે બીજા લગ્ન કરવા માટે મહેશ ભટ્ટે અપનાવી લીધો હતો ઇસ્લામ ધર્મ, બની ગયા હતા અશરફ ભટ્ટ

આ અભિનેત્રીને બેગમ બનાવવા માટે મહેશ ભટ્ટે પત્નીને છોડી અપનાવી લીધો હતો ઇસ્લામ

બોલીવુડના એક ખુબ જ ખ્યાતનામ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ આજે પોતાનો 72મોં જન્મ દિવસ ઉજવી રહ્યા છે. હાલ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ મહેશ ભટ્ટ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ટ્રોલ પણ થઇ રહ્યા છે. તો આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના જીવનનો એક ખાસ પ્રસંગ તમને જણાવીશું.

Image Source

મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ હિન્દૂ નાગર બ્રાહ્મણ હતા. તો તેમની માતા શીરીન મોહમ્મદ અલી મુસ્લિમ હતી. મહેશ ભટ્ટનું અંગત જીવન પણ ખુબ જ વિવાદોમાં રહ્યું છે. તેમને બે લગ્ન કર્યા. બીજા લગ્ન માટે તેમને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.

Image Source

મહેશ ભટ્ટે પહેલા લગ્ન લોરેન બ્રાઇટ સાથે કર્યા હતા. બંનેની મુલાકાત સ્કૂલમાં જ થઇ હતી. લોરેન અનાથાલયમાંથી મોટી થઇ હતી. લગ્ન બાદ લોરેને પોતાનું નામ બદલી અને કિરણ ભટ્ટ રાખી લીધું હતું.  ફિલ્મ આશિકી મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટની લવ સ્ટોરી ઉપર આધારિત હતી.

Image Source

મહેશ ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું: “હું દીવાલ કૂદી અને તેને મળવા માટે ચાલ્યો ગયો. અમે બંને પકડાઈ ગયા અને અનાથાલય છોડવું પડ્યું.” મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટના બે બાળકો પણ છે. પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ.

Image Source

મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટના લગ્નમાં તિરાડ પડવાની ત્યારે શરૂ થઇ ગઈ જયારે તેમની ઘણી ફિલ્મો ફ્લોપ થવા લાગી. ત્યારબાદ મહેશ ભટ્ટ અને પરવીન બાબી વચ્ચે નજીકતા વધવા લાગી. જો કે તેમને કિરણ ભટ્ટને છૂટાછેડા નહોતા આપ્યા.

Image Source

મહેશ ભટ્ટ અને પરવીન બાબી લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. જો કે થોડા સમય બાદ પરવીનને નર્વસ બ્રેકડાઉન થવા લાગ્યું હતું. આ સંબંધ લગભગ અઢી વર્ષ સુધી ચાલ્યો. મહેશ ભટ્ટે કહ્યું: “તે ખુબ જ ડરામણું હતું. મને ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને પરવીનને નર્વસ બ્રેકડાઉન થયું. હું સદમામાં ચાલ્યો ગયો હતો.”

Image Source

મહેશ ભટ્ટે સોની રાજદાન સાથે બીજા લગ્ન કર્યા. સોની રાજદાન મહેશ ભટ્ટની ફિલ્મ સારાંશની અભિનેત્રી હતી. મહેશે કહ્યું: “જયારે હું સોની રાજદાનને મળ્યો, આ મારા જીવનનનું રિપ્લે હતું. સોનીના પિતાએ મને પૂછ્યું કે કિરણ સાથે કેવી રીતે સંબંધ ખતમ કરશો. તેમને કહ્યું હમેશા માટે. પરંતુ હું કિરણને છૂટાછેડા નહીં આપું.”

Image Source

ત્યારબાદ મહેશે સોની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. એટલું જ નહીં તેમને પોતાનું નામ પણ બદલીને અશરફ ભટ્ટ રાખી લીધું હતું, તો સોની રાજદાને પણ પોતાનું નામ સકીના રાખી લીધું હતું. બંનેની બે દીકરીઓ પણ છે શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.