આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટનો રહ્યો છે વિવાદો સાથે સંબંધ, દીકરીને લિપ કિસ કરી કહ્યુ હતુ- જો પૂજા મારી દિકરી ના હોત તો હું તેની સાથે લગ્ન…

73 વર્ષની ઉંમરે પણ વિવાદોમાં રહે છે મહેશ ભટ્ટ, સગી દીકરીને કિસ કરીને….યુઝર્સ બોલ્યા શરમ આવે છે કે નહિ

બોલિવુડને ઘણી ફિલ્મો આપનાર ડાયરેક્ટર-પ્રોડ્યુસર મહેશ ભટ્ટ 73 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 20 સપ્ટેમ્બર 1948ના રોજ મુંબઇમાં થયો હતો. ફિલ્મોમાં બોલ્ડ કંટેંટ માટે ફેમસ મહેશ ભટ્ટની રીલ અને રિયલ લાઇફ બંને વિવાદોમાં રહી છે. આ ઉંમરમાં પણ તેઓ એવું કંઇક કરી દે છે, જેનાથી તેઓ વિવાદમાં આવી જાય છે. કેટલાક મહીના પહેલા તેમની ફિલ્મ સડક-2 રીલિઝ થઇ છે. જો કે, ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. પરંતુ આ ફિલ્મથી તેમણે લાંબા સમય બાદ ડાયરેક્ટરની કમાન સંભાળઈ હતી.

જણાવી દઇએ કે, જેવી રીતે તેમની ફિલ્મો બોલ્ડ હોય છે, એવા નિર્ણય તેમણે તેમના જીવનમાં પણ લીધા હતા. તે 25 વર્ષ નાની દીકરી પૂજા ભટ્ટ સાથે લિપલોક કરી વિવાદમાં આવી ચૂક્યા છે. મહેશ ભટ્ટ બોલિવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. તેમણે બોલિવુડને ઘણી હિટ ફિલ્મો આપી છે. મહેશ ભટ્ટને કોલેજના દિવસોમાં લોરિએન બ્રાઇટ નામની એક યુવતિ સાથે પ્રેમ થઇ ગયો હતો, તેણે લગ્ન બાદ તેનું નામ બદલી કિરણ ભટ્ટ રાખ્યુ હતુ. પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ તે બંનેના બાળકો છે.

કિરણ ભટ્ટ સાથે લગ્નના બંધનમાં બંધાયા હોવા દરમિયાન તેમનું દિલ પરવીન બાબી પર આવી ગયુ હતુ. જેની અસર તેમના લગ્ન જીવન પર થઇ. કિરણ ભટ્ટ સાથે મહેશ ભટ્ટના સંબંધ બગડવા લાગ્યા અને અચાનક તેમના જીવનમાં સોની રાજદાન આવી ગઇ. આ સમયે મહેશ ભટ્ટ અને કિરણ એક સાથે જ રહેતા હતા. બંનેએ કાનૂની રીતે છૂટાછેડા લીધા ન હતા અને મહેશ ભટ્ટે સોની રાજદાન સાથે લગ્ન કરી લીધા. સોની રાજદાનથી મહેશ ભટ્ટની બે દીકરીઓ છે. આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ.

મહેશ ભટ્ટ તેમની દીકરી પૂજાને કારણે ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમણે એક મેગેઝિન માટે પૂજા ભટ્ટને લિપ કિસ કરતા ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેને લઇને ઘણી બબાલ મચી હતી અને મહેશ ભટ્ટની ઘણી આલોચના થઇ હતી. તેમણે તો એક ઇન્ટરવ્યુમાં એવું પણ કહી દીધુ હતુ કે જો પૂજા તેમની દીકરી ના હોતી તો તે તેની સાથે લગ્ન કરી લેતા. મહેશ ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પણ કેટલીક તસવીરોને લઇને વિવાદોમાં આવ્યા હતા.

જેમાં તે દિવંગત અભિનેતાની ગર્લફ્રેન્ડ અને બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે નજર આવ્યા હતા.મહેશ ભટ્ટે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. હવે તેઓ ઓછી ફિલ્મો બનાવે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત મહેશ ભટ્ટની ફિલ્મ “ગેંગસ્ટર”માં નજર આવી હતી. સુશાંતની મોત બાદ કંગનાએ ખુલાસો કર્યો કે, મહેશ ભટ્ટે ગેંંગસ્ટર ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન હાથ ઉઠાવવાની કોશિશ કરી હતી અને તેના પર ચંપલ ફેંકી હતી. મહેશ ભટ્ટે આ આરોપોને બેબુનિયાદ ગણાવ્યા હતા.

Shah Jina