બોલીવુડની ફિલ્મોના સુપ્રસિદ્ધ ડાયરેક્ટર-પ્રોડ્યુસર મહેશ ભટ્ટનો આજે 72મોં જન્મ દિવસ છે. તેમનો જન્મ 20 સપ્ટેમ્બર 1948ના રોજ થયો હતો. તે એક એવા ડાયરેક્ટર છે જે હંમેશા કંઈક અલગ ફિલ્મમો બનાવવા માટે ઓળખાય છે. ફિલ્મોમાં બોલ્ડ કન્ટેન્ટ આપનારા મહેશ ભટ્ટ હંમેશા વિવાદોમાં રહ્યા છે.

તે 24 વર્ષ નાની દીકરી પૂજા ભટ્ટ સાથે લિપલોક કરતા પણ વિવાદોમાં આવી ગયા છે. એટલું જ નહીં તેમનો દીકરો રાહુલ ભટ્ટ આતંકી ડેવિડ કોલમેનનો જિમ ટ્રેનર પણ રહ્યો છે. જો કે, રાહુલ જયારે તેને ટ્રેન કરી રહ્યો હતો ત્યારે તેને નહોતી ખબર કે હેડલી આતંકી છે. મહેશે પોતાની પહેલી પત્ની કિરણ ભટ્ટને પરવીન બોબીના કારણે છોડી દીધી હતી.

મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટે લવ મેરેજ કર્યા હતા. તેના પિતા હિન્દૂ હતા તો મા શિયા મુસલમાન. મહેશ હંમેશા પોતાના પિતાથી દૂર રહ્યા છે. કારણ કે તેની માતાએ નાનાભાઈ ભટ્ટ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેનો ભાઈ મુકેશ ભટ્ટ પણ ફિલ્મ પ્રોડ્યુસર છે.

મહેશ જયારે 20 વર્ષનો હતો ત્યારે જાહેરાતો માટે લખવાનું શરૂ કરી દીધું હતું. જો કે સ્કૂલના દિવસોથી જ તેને પૈસા કમાવવા માટે પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કરી દીધું હતું. એવું માનવામાં આવે છે કે મહેશના વ્યક્તિત્વ ઉપર ઓશોની ઘણી જ અસર છે. કારણ કે મહેશ ઓશો રજનીશના અનુયાયી હતો.

તેમને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત નિર્દેશક રાજ ખોસલા સાથે સહાયક નિર્દેશક તરીકે કરી હતી. મહેશે પહેલીવાર 19970માં આવેલી ફિલ્મ “સંકટ”નું નિર્દેશન કર્યું હતું. ઘણી પ્રાથમિક અસફળતાઓ પછી 1979માં આવેલી ફિલ્મ “લહુ કે દો રંગ”થી મહેશને સફળતા મળી હતી. ત્યારબાદ તેના કદમ રોકાયા નહીં. તેમને પોતાના જ જીવનથી પ્રેરાઈને ફિલ્મ “અર્થ”નું નિર્માણ કર્યું.

મહેશ ભટ્ટનું અંગત જીવન પણ ખુબ જ ચર્ચામાં રહ્યું છે. 1970માં તેમને કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા, જેનાથી તેમના બે બાળકો થયા. પૂજા અને રાહુલ ભટ્ટ. પરંતુ પરવીન બાબી સાથેના પ્રેમના કારણે કિરણને છોડી દીધી. મહેશ અને પરવીનનું અફેર ત્રણ વર્ષ સુધી ચાલ્યું. બંને લિવ ઇનમાં રહેતા હતા. પરંતુ પરવીનની માનસિક બીમારીના કારણે મહેશે તેને છોડી દીધી.

ત્યારબાદ મહેશે સોની રાજદાન સાથે લગ્ન કર્યા. આલિયા મહેશ અને સોનીની દીકરી છે. વર્ષો પહેલા એક મેગેજીન માટે દીકરી પૂજા ભટ્ટ સાથે લિપલોક સીન આપવાના કારણે તેમને ઘણા જ વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો.

1985માં “જનમ” ફિલ્મમાં તેમને પોતાના અંગત જીવનને પડદા ઉપર ઉતારવાનો પ્રયત્ન કર્યો. આજ સમયમાં “આશિકી” બનાવી. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ તેમની અને કિરણની રિયલ લાઈફ સ્ટોરી ઉપર આધારિત હતી. ફિલ્મ “નામ”માં પણ તેમને પોતાના જીવનના કેટલાક પાનાં ઉજાગર કર્યા.

બોલીવુડમાં એક પછી એક ઘણી ફિલ્મો આપીને મહેશ ભટ્ટે પોતાની એક અલગ ઓળખાણ બનાવી. આ ઉપરાંત તેમને ઘણી બોલ્ડ ફિલ્મો પણ આપી છે.