આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. મિસેજ કપૂરે સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી બધી સુંદર તસવીરો શેર કરી હતી. અત્યારે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આલિયા અને રણબીરના લગ્નનું ફંક્શન 13 એપ્રિલથી શરુ થઇ ગયું હતું.
13 એપ્રિલે મહેંદી ફંકશન થયું હતું જેમાં કપૂર પરિવારની સાથે કેટલાક ખાસ મિત્રો શામેલ થયા હતા. કરીના કપૂરથી લઈને કરણ જોહર સુધી દરેક લોકો લગ્નમાં પહોંચ્યા હતા.મહેંદી ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આલિયાના મહેંદી ફંક્શનમાં મહેશ ભટ્ટે એક ખાસ કામ કર્યું હતું જેને બધાનું ધ્યાન પોતાની બાજુ ખેંચી લીધું હતું.
મહેશ ભટ્ટે દીકરી આલિયાના લગ્નમાં મહેંદી લગાવી છે. ખાસ વાત એ છે કે મહેશ ભટ્ટના હાથ પર મહેંદીની કોઈ ડિઝાઈન હતી નહિ પરંતુ તેમના જમાઈ એટલે કે રણબીર કપૂરનું નામ લખેલું છે.એક હાથ પર રણબીરનું અને બીજા હાથ પર આલિયાનું નામ લખેલું હતું.
દીકરીની મહેંદી ફંક્શનમાં મહેશ ભટ્ટ ભાવુક થઈ ગયા હતા. મહેશ ભટ્ટની મહેંદીની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં મહેશ ભટ્ટના હાથ પર રણબીરનું નામ લખેલું જોવા મળી રહ્યું છે. મહેશ ભટ્ટની આ ખાસ હરકતના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે.
આલિયા અને રણબીરની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નીતુ કપૂરે પોતાના હાથમાં ઋષિ કપૂરનું નામ લખાવ્યું હતું જ્યારે કરિશ્મા કપૂરે તેના પગમાં મહેંદીથી ટેટૂ બનાવડાવ્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો આલિયાની મહેંદીમાં કરણ જોહર પણ ઈમોશનલ થઈ ગયા હતા. કરણ જોહર આલિયાને પોતાની દીકરી માને છે આવી સ્થિતિમાં અભિનેત્રીને મહેંદી લગાવતી વખતે તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
View this post on Instagram
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના મુંબઈના ઘરમાં વાસ્તુમાં લગ્ન કર્યા હતા. વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં તેના નજીકના મિત્રો અને પરિવારના લોકો શામેલ થયા હતા. આલિયા અને રણબીરના લગ્નમાં નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, પૂજા ભટ્ટ, કરણ જોહર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, અયાન મુખર્જી અને રણધીર કપૂરે હાજરી આપી હતી.