મહેશ બાબુની વેનિટી વેનની જુઓ Unseen તસવીરો, રોયલ ફેસિલીટી જોઈને ચકિત થઇ જશો
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર મહેશ બાબુને કોણ નથી જાણતું. મહેશ બાબુ તેની એક્ટિંગઅનવે તેની એક્શનથી લોકોના દિલમાં રાજ કરે છે. મહેશ બાબુએ 1999માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કર્યું હતું. મહેશ બાબુ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડથી ના હોય પરંતુ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક નવી જ પહેચાન બનાવી છે.

મહેશ બાબુએ લીડ એક્ટર તરીકે ફિલ્મ રાજા કુમારદુ’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રીતિ ઝિંટા જોવા મળી હતી. મહેશ બાબુની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક રહી હતી. આજે તેની ગણતરી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટારમાં કરી હતી. આ સાથે જ તે એક્ટરમાં છે જે એક ફિલ્મમાં વધુ ફી લે છે.

એક્ટ્રેસ ન્રમતા શિરોડકર હિન્દી ફિલ્મો બાદ તેલુગુ ફિલ્મ ‘વામસી’ સાઈન કરી હતી. જેમાં લીડ રોલમાં મહેશ બાબુ હતો. આજે ન્રમતા મહેશ બાબુની પહેલી પત્ની છે. આજે મહેશ બાબુની ગણતરી સૌથી વધુ ફી લેનારો સુપરસ્ટાર પૈકી એક છે. આટલું જ નહીં તેની પાસે લકઝરી વેનિટી વેન પણ છે. આજે અમે તમને જણાવીશું વેનિટી વેન સાથે જોડાયેલી ખાસ વાતો.

મહેશ બાબુની પાસે જે વેનિટી વેન છે તેની કિંમત લગભગ 6.02 કરોડ રૂપિયા છે. આ વાન તેણે 2013માં આવેલી ફિલ્મ ‘સીતામ્મા વકિત્લો સિરીમલે ચેતુ’ દરમિયાન ખરીદી હતી. આ તે જગ્યા છે જ્યાં મહેશ બાબુ તેના ઘર કરતા વધારે સમય વિતાવે છે. મહેશ બાબુ જયારે શૂટિંગ કરતા હોય છે. તે સમયે મહેશ બાબુને આ જગ્યા પર સૌથી વધુ સૂકુન મળે છે.

મહેશ બાબુની આ વેનિટી વેનમાં બે બેડરૂમ છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, આ મહેશનો પર્સનલ બેડરૂમ છે. અહીં પણ ટીવી સેટ પણ સામાન્ય નથી. આ સેટેલાઇટ ટેલિવિઝન છે જેના દ્વારા ઇન્ટરનેટ કોઈપણ વાપરી શકાય છે. આ ટીવી પર કોઈપણ દેશની ચેનલો અહીં જોઈ શકાય છે. આ ટેલિવિઝન મહેશ બાબુની વિશેષ માંગ પર મૂકવામાં આવ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહેશ બાબુની વેનિટી વેનનો આ બીજો રૂમ છે. આ વેનિટી વેનની તુલના તમે કોઈ પણ હાલતા-ચાલતા ઘર સાથે કરી શકો છો. આ સાથે જ તમે જોઈ શકો છો કે મહેશ બાબુની મેકઅપ ચેર પણ છે. વેનિટી વેનના હિસ્સાને તેને ચાલતો-ફરતો ગ્રીન રૂમને કહી શકે છે.

મહેશ બાબુએ ડિઝાઇનરને સૂચના આપીને તેની પસંદગી પ્રમાણે ડિઝાઇન કરી છે. વેનિટી વાનને ‘કારવાં’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, મહેશ બાબુની વેનિટી વાનમાં તેમના પુત્ર સાથેનો ફોટો છે.