સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, એકદમ નજીકના વ્યક્તિના મોતથી તૂટ્યો અભિનેતા

મનોરંજન જગતમાંથી જ્યાં એકબાજુ ખુશખબરીઓ સામે આવી રહી છે, ત્યાં બીજી બાજુ દુખના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીનું નિધન થયું છે. મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેની જાણીતા તેલુગુ અભિનેતા હતા. તેઓ સુપરસ્ટાર કૃષ્ણા તરીકે જાણીતા હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ વ્યક્તિ ગુમાવી છે. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણા ઘટ્ટામનેનીને સોમવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ ટોલીવુડના દિગ્ગજ સ્ટારને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કૃષ્ણા ઘટ્ટામનેનીના નિધનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ પીઢ અભિનેતા કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહેશ બાબુના પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. પરિવાર ભાવનાત્મક કરૂણાંતિકામાંથી પસાર થઈ રહ્યો છે. મહેશ બાબુએ બે મહિના પહેલા તેની માતાને ગુમાવી હતી.

પરિવાર આ દુ:ખમાંથી બહાર પણ નહોતો આવ્યો કે હવે અભિનેતાના માથા પરથી પિતાની છત્રછાયા પણ ઊઠી ગઇ. પિતાના અવસાનથી મહેશ બાબુ ખરાબ રીતે તૂટી ગયા છે. તે તેના માતા-પિતાની ખૂબ નજીક હતો. ઘણીવાર તેની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. પરંતુ હવે માતા-પિતાની આ તસવીરો અને યાદો જ મહેશ બાબુ સાથે જીવનભર રહેશે. મહેશ બાબુના પિતાનું તેલુગુ સિનેમામાં મોટું સ્થાન હતું. તેઓ કૃષ્ણા તરીકે જાણીતા હતા.

અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક હોવા ઉપરાંત તેઓ રાજકારણી પણ હતા. તેની 5 દાયકાની કારકિર્દીમાં લગભગ 350 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમને સુપરસ્ટારનો ખિતાબ મળ્યો છે. તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કૃષ્ણા ઘટ્ટામનેનીએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ ઇન્દિરા સાથે અને બીજા વિજય નિર્મલા. તેમને ઈન્દિરાથી પાંચ બાળકો છે. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્રોમાં રમેશ બાબુ અને મહેશ બાબુ છે.

બંને ભાઈઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. માત્ર કૃષ્ણા ઘટ્ટામનેની જ નહીં, પરંતુ તેમની બંને પત્નીઓ પણ હવે આ દુનિયામાં નથી. જણાવી દઈએ કે મહેશ બાબુના પિતાની પહેલી પત્ની ઈન્દિરા દેવીનું નિધન સપ્ટેમ્બર 2022માં થયું હતું અને અભિનેતાના મોટા ભાઈ રમેશ બાબુનું જાન્યુઆરી 2022માં નિધન થયું હતું. આ સિવાય અભિનેતા કૃષ્ણાની પ્રથમ પત્ની વિજય નિર્મલાનું 2019માં નિધન થયું હતું.

Shah Jina