શરીર બે દિવસ સુધી સડતું રહ્યું….પુરી ઘટના જાણીને રુવાડા ઉભા થઇ જશે
બૉલીવુડ ફિલ્મોમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ આવ્યા અને ચાલ્યા પણ ગયા. ઘણા એવા કલાકારો પણ હતા જેમના નામ પણ આપણને નહિ યાદ હોય, પરંતુ તેમને પડદા ઉપર આજે પણ જોઈએ તો તરત એમના અભિનય દ્વારા એમની યાદ આવી જાય.

80 અને 90ના દશકમાં એવો જ અભિનેતા જેને બોલીવુડમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. અને તેના અભિનય દ્વારા તેને ઘણી નામના પણ મેળવી હતી એવા મહેશ આનંદનો અભિનય આજે પણ યાદ આવે.

મહેશે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ સાથે તેને કામ કર્યું, છતાં પણ જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે તેની આસપાસ કોઈ નહોતું. અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને પણ તેના મૃત્યુના બે દિવસ ખબર પડી કે મહેશ આ દુનિયામાં નથી રહ્યો.

વાત છે વર્ષ 2000ની સાલની જયારે મહેશ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેને એ શૂટિંગમાં એક સ્ટન્ટ કરવાનો હતો. એ સમયે કેબલ-વાયરની સુવિધા નહોતી. એ સ્ટન્ટ દરમિયાન મહેશને ગંભીર ઇજા થઇ. આ ઇજા એટલી ભયંકર હતી કે તેને 6 મહિના હોસ્પિટલમાં વિતાવવા પડ્યા, અને હોસ્પિટલમાંથી રજા લીધા બાદ પણ તેને 3 વર્ષ સુધી પોતાના ઘરે રહીને આરામ કરવો પડ્યો.

આ સમય દરમિયાન તેનો બોલીવુડમાંથી કોન્ટેક્ટ તૂટી ગયો. વર્ષ 2003થી લઈને 2018 સુધી તેને ફિલ્મોમાં કોઈ કામ મળ્યું નહીં. 15 વર્ષ બાદ ગોવિંદાની ફિલ્મ રંગીલા રાજામેં તેને માત્ર 6 મિનિટનું કામ મળ્યું. કામ ના મળી શકવાના કારણે તે ડિપ્રેશનમાં રહેવા લાગ્યો. 9 ફેબ્રુઆરી, 2019ના રોજ મુંબઈ સ્થિત પોતાના ફેલ્ટની અંદર કાર્ડિયેક અરેસ્ટના કારણે મહેશનું મૃત્યુ થયું. અને બે દિવસ સુધી તેની લાશ ઘરમાં જ સડતી રહી. પોલીસને આ વાતની જાણકારી પણ તેના ઘરે જમવાનો ડબ્બો આપનાર ડિલિવરી બૉયે આપી હતી.

મહેશના જીવનમાં ઘણી સ્ત્રીઓ આવી ગઈ, પરંતુ તેની બીજી પત્નીથી તેને એક દીકરો હતો. પરંતુ તેની સાથે પણ દીકરાના જન્મના 9 મહિના પછી જ છૂટાછેડા થઇ ગઈ, અને તેનો દીકરો પણ તેની પત્ની સાથે જ ચાલ્યો ગયો. તે પોતાના દીકરાને ખુબ જ યાદ કરતો રહ્યો. બોલીવુડમાં પણ તેના કામની કોઈએ નોંધ લીધી નહીં. પરંતુ ચાહકો આજે પણ તેના દમદાર અભિનયને વખાણે છે.