મહેસાણામાં નેતાના દીકરાના લગ્નની જે જગ્યાએ દાવત યોજાઈ ત્યાંનો નજારો જોઈને ચીતરી ચઢી જશે, 1200થી પણ વધુ લોકો બન્યા હતા ફૂડ પોઇઝનિંગનો શિકાર

મહેસાણામાં ચિકન-મટન ખાધા પછી 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઇ, દાવતના દૃશ્યો જોઈને તો ઉલ્ટી થઇ જશે

મહેસાણામાં ગત રોજ સુધી મોટી ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી હતી, જેમાં 1255 લોકો  ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા. મહેસાણામાં  આવેલા વીસનગરના સવાલા નજીક વઝીર પઠાણ નામના કોંગ્રેસ નેતાના ઘરે તેમના દીકરા શાહરુખ ખાનના લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

લગ્ન નિમિત્તિ  આપવામાં આવેલી આ દાવતમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ભોજન લેનારા લોકોને બાદમાં ફૂડ પોઇઝનિંગ થયું હતું. લગ્નની દાવતમાં ઉપસ્થિત થયેલા 1255 લોકોને ઝાડા ઉલ્ટીની ફરિયાદ થઇ હતી, જેના બાદ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. ફૂટ પોઇઝનિંગનો શિકાર બનેલા લોકોને તાત્કાલિક વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દર્દીઓ આવતા વિસનગરની આજુબાજુની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં દાવતના દૃશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે જે જગ્યાએ આ લગ્નની દાવત યોજવામાં આવી હતી એ જગ્યા ગંદકીથી ખદબદી રહી હતી. ઘણા લોકોને ફૂડ પોઈઝનિંગ થયા બાદ જમવાનું અધૂરું મૂક્યું હતું અને તે હજુ પણ હટાવવામાં નથી આવ્યું, ત્યારે એ જ જગ્યાએ આજે ફરીથી જમણવાર પણ યોજવાનો હતો.

કોંગ્રેસ નેતાના ઘરે યોજાયેલી આ દાવતની અંદર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં મટન અને ચિકન ખાધા બાદ લોકોએ દૂધીનો હલવો અને ફ્રુટસલાડ જેવી વાનગીઓ પણ ખાધી હતી, જેના બાદ લોકોને એકાએક ઊલટીઓ થવાનું શરૂ થઇ ગયું હતું અને દોડધામ મચી ગઈ હતી.

એક પછી એક લોકોને ઝાડા ઉલટી થતા જ લોકોને જે વાહનો મળ્યા તેમાં તાત્કાલિક મહેસાણા, વિસનગર અને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મોડી રાત્રે જ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણાના એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

Niraj Patel