રાજકોટના ઉદ્યોગપતિની અંતિમ યાત્રામાં આખું રાજકોટ હીબકે ચઢ્યું, પરિવારના રડી રડીને હાલ થયા બેહાલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની હની બધી ઘટનાઓ સામે આવી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક સમસ્યાના કારણે આપઘાત કરી લેતા હોય છે. ગત રોજ એક એવા જ આપઘાતની ખબરે આખા ગુજરાતને ઝગઝોળીને રાખી દીધું હતું, રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લીધો હતો.

યુવી ક્લબના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્ર ફળદુએ ગત રોજ આપઘાત કરી લીધી હતો. તેમને નક્ષત્ર એપાર્ટમેન્ટ સ્થિત પોતાની ઓફિસમાં જ પહેલા ઝેરી દવા પી લીધી અને પછી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની માહિત સામે આવી હતી, જેના બાદ ગઈકાલે તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

મહેન્દ્ર ફળદુની અંતિમ યાત્રામાં ખુબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. તેમને અંતિમ વિદાય આપવા માટે સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે મહેન્દ્ર ફળદુની અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું હતું. પરિવારના સભ્યો પોક મૂકીને રડી રહ્યા હતા, જેને લઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા.

આ દરમિયાન રાજકીય અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ પરિવારને સાંત્વના પાઠવી હતી. પાટીદાર અગ્રણી જેરામ પટેલે કહ્યું હતું કે “પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઇએ.” તો ઉમિયાધામ સીદસરના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ રાજકોટ જેવા શહેરમાં આવી ઘટના ખુબ જ ગંભીર કહેવાય તેવુ નિવેદન પણ આપ્યું હતું.

આ ઘટનાની વિગત તપાસીએ તો મહેન્દ્ર ફળદુના ફોનમાંથી પ્રેસનોટ કેટલાક વ્યક્તિઓને whatsapp દ્વારા મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે પ્રેસનોટ ફોટા સ્વરૂપે વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવી છે કે ફોટા મંગળવારના રોજ પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહેન્દ્રની ઓફિસમાંથી હજુ સુધી ઓરીજીનલ પ્રેસનોટ હાથ નથી લાગી. ત્યારે ઓરીજીનલ પ્રેસનોટ ક્યાં પડેલી છે તે અંગે હાલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

તેમને કરેલી આત્મહત્યા પાછળ થોડાક શંકા ઉપજાવતા સવાલો ઉઠ્યા છે. સુસાઇડ નોટ તો કોમ્પ્યુટર લિખિત છે. જેમાં 3rd અડધું પેજ હસ્ત લિખિત છે તો પછી આ અક્ષરો કોના? મહેન્દ્ર ફળદુના કે બીજા કોઈના? તેમજ 4th પેજની સુસાઇડ નોટમાંથી એક પેજ ગુમ છે તેવી ચર્ચા ઉઠી છે. મહેન્દ્રના મૃત્યુના સમાચારથી આખા પરિવારમાં માતમ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે ઓડિયો ક્લિપ સામે આવી છે.

પ્રેસનોટ સાથે તેમણે ઓડિયો ક્લિપ પણ બનાવી હતી અને આ ઓડિયો ક્લિપમાં તે કહી રહ્યા છે કે ઓઝોન ગ્રુપના ત્રાસથી કંટાળી તેમને મરવું પડે તેમ છે. આ મામલે પોલિસે 7 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના P.I ચાવડા તપાસ કરશે, ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તપાસના સુપર વિઝન માટે SIT ટીમની રચના કરી છે.

Niraj Patel