BREAKING NEWS : રાજકોટના દિગ્ગજ બિઝનેસમેને કરેલી આત્મહત્યામાં થયો એક મોટો ખુલાસો

યુવી ક્લબના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્ર ફળદુએ આજે આત્મહત્યા કરી છે. તેમને નક્ષત્ર એપાર્ટમેન્ટ સ્થિત પોતાની ઓફિસ ખાતે પહેલા ઝેરી દવા પી લીધી અને પછી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

તેમના ફોનમાંથી પ્રેસનોટ કેટલાક વ્યક્તિઓને whatsapp દ્વારા મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે પ્રેસનોટ ફોટા સ્વરૂપે વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવી છે કે ફોટા મંગળવારના રોજ પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહેન્દ્રની ઓફિસમાંથી હજુ સુધી ઓરીજીનલ પ્રેસનોટ હાથ નથી લાગી. ત્યારે ઓરીજીનલ પ્રેસનોટ ક્યાં પડેલી છે તે અંગે હાલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

તેમને કરેલી આત્મહત્યા પાછળ થોડાક શંકા ઉપજાવતા સવાલો ઉઠ્યા છે. સુસાઇડ નોટ તો કોમ્પ્યુટર લિખિત છે. જેમાં 3rd અડધું પેજ હસ્ત લિખિત છે તો પછી આ અક્ષરો કોના? મહેન્દ્ર ફળદુના કે બીજા કોઈના? તેમજ 4th પેજની સુસાઇડ નોટમાંથી એક પેજ ગુમ છે તેવી ચર્ચા ઉઠી છે. મહેન્દ્રના મૃત્યુના સમાચારથી આખા પરિવારમાં માતમ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે ઓડિયો ક્લિપ સામે આવી છે.

પ્રેસનોટ સાથે તેમણે ઓડિયો ક્લિપ પણ બનાવી હતી અને આ ઓડિયો ક્લિપમાં તે કહી રહ્યા છે કે ઓઝોન ગ્રુપના ત્રાસથી કંટાળી તેમને મરવું પડે તેમ છે. આ મામલે પોલિસે 7 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના P.I ચાવડા તપાસ કરશે, ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તપાસના સુપર વિઝન માટે SIT ટીમની રચના કરી છે.ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના પરિવાર દ્વારા 8:30 વાગ્યા આસપાસ રાજકોટ પોલીસમાં 7 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ અમદાવાદના અને 2 આરોપીઓ રાજકોટના રહેવાસી છે.

આ તમામ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે. પોલિસે હાઈપ્રોફાઇલ આપઘાત કેસને લઇને SITની રચના પણ કરી છે. તપાસ માટે 4 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અનુસાર, ઘટનાસ્થળ પર સૌથી પહેલા જેણે ઓફિસ ખોલી તે 10:10 વાગ્યા આસપાસ પહોંચ્યો હતો. આ વ્યક્તિએ જ મૃતકના ભાઇ અને દીકરાને બોલાવ્યા હતા. મૃતકના ટેબલ પર એક નોટ હતી. જેમાં લખ્યું હતું કે મોબાઇલ ડેટા ઓન કરો. આ એટલા માટે કેમ કે મોબાઇલ ડેટા ઓન થાય પછી પ્રેસ મીડિયા અને પોલીસને અંતિમ નોટ મળી જાય.

મહેન્દ્ર ફળદુની ઓડિયો ક્લિપમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દિપક પટેલ અને ઓઝોન ગ્રુપનાં ડાયરેક્ટરો સામે આક્ષેપો કરાયા છે જે ખૂબ જ સનસનીભર્યા છે. તેમની આર્થિક-માનસિક અને શારીરિક સ્થિતિ ખરાબ થવા પાછળ અમદાવાદના ઓઝોન ગ્રુપના બિલ્ડરો દિપક પટેલ, જયેશ પટેલ, પ્રકાશ પટેલ, પ્રણય પટેલ અને રાજકોટના બિલ્ડરો એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ તેમજ અતુલ પટેલ પર આક્ષેપો કરાયા છે. આ તમામ વ્યક્તિઓ નામાંકીત બિલ્ડરો છે.

તેમણે જે અખબારમાં આપવા નોટ લખી હતી તે કોમ્પ્યુટર લિખિત છે. જેમાં ત્રીજું અડધું પેજ હસ્ત લિખિત છે, આ અક્ષરો મહેન્દ્ર ફળદુના છે કે કોઇ બીજાના ? તેની તપાસ થઇ રહી છે,આ ઉપરાંત ચાર પેજની નોટમાંથી એક પેજ ગુમ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. મહેન્દ્ર ફળદુની મોતથી પરિવારમાં પણ માતમ છવાયેલો છે. પરિવારનું હૈયાફાટ રૂદન જોઇને સૌ કોઇની આંખો ભીંજાઇ ગઇ હતી.

YC