મહેંદી કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ, વડોદરાની અંદર સચિનની પત્નીની સામે જ મહેંદીએ કર્યું હતું એવું કે…

ગાંધીનગરની અંદર એક માસુમ બાળકને તરછોડી દેવાના કિસ્સાની ચર્ચાઓ આજે આખા દેશની અંદર ફેલાઈ ગઈ છે. આ કેસની અંદર એક પછી એક નવા ખુલાસાઓ મળતા રહ્યા, પોલીસ દ્વારા પણ ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલી નાખવામાં આવ્યો અને સામે એ પણ આવ્યું કે માસુમ બાળકને તરછોડી દેનાર અને તેની માતાની હત્યા કરનારું બીજું કોઈ નહિ પરંતુ માસુમનો પિતા સચિન જ હતો.

સચિન દીક્ષિત હાલ વડોદરા પોલીસની કસ્ટડીમાં છે. સચિનનો પરિવાર હવે માસુમ બાળકને તરછોડ્યા બાદ તેની પ્રેમિકા મહેંદી ઉર્ફ હિના પેથાણી સાથેના સંબંધોને લઈને અજાણ હોવાનું રટણ પણ રટતો જોવા મળ્યો હતો. પરંતુ પોલીસ પુછપરછમાં એક પછી એક હકીકતો સામે આવવા લાગી છે.

આ દરમિયાન દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે જેમાં અમદાવાદમાં પત્નીની હાજરીમાં જ મહેંદીએ સચિનને એક પછી એક લાફા ઝીંકી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. અને ત્યારે સચિનની પત્નીએ જ પતિને માર ખાતા બચાવ્યો હોવાની વિગત પણ સામે આવી છે.

ત્યારે આ મામલામાં પહેલા સચિન દિક્ષિતનો પરિવાર મહેંદી સાથે કોઇ બાબતે પરિચિત નહિ હોવાનુ રટણ રટતો હતો. અગાઉ પણ એ વાતનો ખુલાસો થયો હતો કે સચિનના પિતાએ સચિન અને હિનાને ગાંધીનગરમાં ઝડપ્યા હતા. ત્યારે  દિવ્ય ભાસ્કર દ્વારા મળતી માહિતી મુજબ સચિન દિક્ષિતની પત્નિ આરાધનાએ સચિનનો ફોન ચેક કર્યો હતો, તે સમયે આરાધનાએ ફોન કર્યો હતો. ત્યારબાદ સચિન સાથે આ બાબતે વાત કરતા સચિને કહ્યુ હતુ કે, હુ હવે આ રસ્તે નહિ જાઉ.

આ પહેલા પોલિસે DNA માટે બાળકના દાંતના સેમ્પલ અને સચિનના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર FSLમાં આ DNA આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગાંધીનગર FSL દ્વારા DNA રીપોર્ટ પોલિસને સોંપવામાં આવ્યો છે. જેમાં પોલિસ હવે આ રીપોર્ટ દ્વારા કાર્યવાહી કરશે.

હાલ તો વડોદરા પોલિસ હિનાના કેસમાં તપાસ કરી રહી છે. જેમાં વડોદરા પોલિસે હિનાના DNA સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલી આપ્યા છે જેનો રીપોર્ટ બાકી છે. આ રીપોર્ટમાં પિતાનો DNA મેચ થઇ ગયો છે જેને આધારે સાબિત થાય છે કે તરછોડાયેલ બાળક સચિનનો પુત્ર છે.

થોડા સમય પહેલા બીજી એક વાત સામે આવી હતી જેમાં પોલિસ તપાસમાં એવું સામે આવ્યુ છે કે અમદાવાદના રાણીપ પોલિસ સ્ટેશનમાં હિનાએ સચિન વિરૂદ્ધ 2019માં અરજી કરી હતી. મીડિયા રીપોર્ટ અનુસાર, આ અરજીમાં હિના દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, સચિન દિક્ષિતે તેની સાથે ખોટુ બોલી સંબંધ રાખ્યો હતો.

અરજીને આધારે પોલિસે તપાસ કરી હતી અને એ તપાસમાં એવું સામે આવ્યુ હતુ કે મહેંદીએ સચિન વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં પૂર્વ અરજી આપી હતી અને તે બાદ મહેંદી અને સચિનના પરિવારના પોલિસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. આ બાબતે સમાધાન થઇ જતા અરજીને દફ્તરે કરવામાં આવી હતી.

વર્ષ 2019માં સચિન સાથેના પ્રેમ સંબંધને લઇનેે મહેંદીએ જીવન આસ્થા હેલ્પલાઇનમાં સલાહ મેળવવા ફોન પણ કર્યો હતો અને તે સમય દરમિયાન લગભગ 54 મિનિટ જેવી વાતચીત થઇ હતી. મહેંદીનો સવાલ એ હતો કે તેને તેના પતિ સાથે જવુ કે બોયફ્રેન્ડ સાથે. તે સમયે તેને પતિ સાથે જવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તે બોયફ્રેન્ડ સાથે રહી રહી હતી અને આ અંજામનો અંત આખરે કરુણ આવ્યો.

Niraj Patel