ટિકટોક સેલિબ્રિટીએ 2 લોકોને મારી નાખ્યા, કહ્યુ- મમ્મીનો ગંદો વીડિયો બનાવી બ્લેકમેઇલ…

1700 કોલ, અશ્લીલ વીડિયો…દીકરીએ માતાના પ્રેમીને કારથી કચડી મારી નાખ્યો ! ફિલ્મોને ટક્કર મારે એવી ખતરનાક કહાની

23 વર્ષની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મહેક બુખારી પર 21 વર્ષના બે છોકરાઓની હત્યાનો આરોપ લાગ્યો છે. જેમાંથી એકનું નામ સાકિબ હુસૈન અને બીજાનું નામ મોહમ્મદ હાશિમ ઇજાજુદ્દીન છે. જાણકારી અનુસાર, સાકિબ અને મહેકની માતાનું અફેર હતુ. જો કે, બાદમાં તે ઇન્ફ્લુએન્સરની માતાને કથિત સેખ્સ ટેપને લઇને બ્લેકમેઇલ કરવા લાગ્યો. આરોપ છે કે આને કારણે ઇન્ફ્લુએન્સરે સાકિબની હત્યા કરી. મોતના એક મહિના પહેલા યુવકે પરિણીત મહિલાને 1702 ફોન કોલ કર્યા હતા.

જે બાદ આ મહિલાની પુત્રીએ કથિત રીતે યુવકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. યુવક પરિણીત પ્રેમિકાને બ્લેકમેલ કરી રહ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન આ કેસ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ 21 વર્ષીય સાકિબ હુસૈનનું લેસ્ટરશાયર (યુકે)માં A46 હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ‘મિરર’ના સમાચાર અનુસાર, અકસ્માત સમયે સાકિબની કાર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. કેટલાક લોકો કથિત રીતે આ કારનો પીછો કરી રહ્યા હતા.

આ અકસ્માતમાં સાકિબ અને તેના મિત્ર મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દીનનું મોત થયું હતું. બે કાર સાકિબની પાછળ આવી રહી હતી, પરંતુ સાકિબે તેની કાર રોકી નહીં. આ કેસમાં સાકિબની ગર્લફ્રેન્ડ અંસરીન બુખારી અને તેની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પુત્રી મહેક બુખારી સહિત 8 આરોપીઓના નામ સામે આવ્યા હતા, જે તમામે લેસ્ટર ક્રાઉન કોર્ટની સુનાવણીમાં સાકિબની હત્યાના આરોપને નકારી કાઢ્યા હતા. જ્યુરીને જણાવવામાં આવ્યું હતું કે સાકિબે અંસરીન બુખારીને હજારો કોલ કર્યા હતા,

આ કોલ્સનો સમયગાળો 5 સેકન્ડ કે તેથી ઓછો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. બીજી તરફ 45 વર્ષીય અન્સરીને પણ 200 કોલ કર્યા હતા, આ બધા કોલ્સમાં થોડા કોલમાં ભાગ્યે જ 3 મિનિટની વાત થઈ હશે. સુનાવણીમાં એ પણ બહાર આવ્યું કે સાકિબ હુસૈન અને અંસરીન બુખારીની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પુત્રી મહેક બુખારી વચ્ચે આ જ સમયગાળા દરમિયાન 78 વખત વાતચીત થઈ હતી.

લેસ્ટર ક્રાઉન કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મૃત્યુ પહેલા સાકિબે ઈમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. કોર્ટમાં એક કોલ રેકોર્ડિંગ વગાડવામાં આવ્યું હતું જેમાં સાકિબ પોતાને બચાવવા માટે વારંવાર મદદ માંગતો સાંભળવામાં આવે છે. તેના મોત પહેલા સાકિબે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે બે વાહનો તેની પાછળથી તેજ ગતિએ અથડાતા હતા. રેકોર્ડિંગમાં મૃતક સ્પષ્ટપણે એમ કહેતો સાંભળી શકાય છે કે ‘તેઓ મને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે’.

હું તમને લોકોને વિનંતી કરું છું. હું મરવા જઈ રહ્યો છુ મને બચાવો.’ આટલું કહેતાં જ સાકિબની ચીસના અવાજ સાથે ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. જે દિવસે સાકિબનો અકસ્માત થયો તે દિવસે આરોપીનું લોકેશન લેસ્ટર અને લોફબરો વિસ્તારમાં હતું. ઇન્ફ્લુએન્સર મહેકને ડર હતો કે જો તેની માતાની સેખ્સ ટેપ લીક થઈ જશે તો તેની અસર તેના ફોલોઅર્સ પર પડશે.

Shah Jina