મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પર ભૂલ થી પણ ના ચઢાવો આ વસ્તુઓ…

શિવજી ની કૃપા તમારા માટે બની રહે તો આ ભૂલ બિલકુલ પણ ના કરો..

મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતી ના મિલનના તહેવાર છે. એટલે શિવ શક્તિ ના મિલન નો તહેવાર છે. બધા તહેવારોમાં થી મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2012માં મહાશિવરાત્રી નો વ્રત એક માર્ચે આવે છે. શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શિવપૂજા માં અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે અમુક વસ્તુ ને નિષેધ માનવામાં આવે છે.

1) હલ્દી (હળદર):-હળદર ખાવા-પીવામાં સ્વાદ વધારે છે. ધાર્મિક કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે શિવજીની પૂજામાં હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો માં કરવામાં આવે છે. હળદર નો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય સાથે માનવામાં આવે છે. મહાશિવરાત્રી ઉપર મહાદેવ ઉપર હળદરનો ઉપયોગ ન કરવો.

2) કંકુ( કુમકુમ):-પસાર ભગવાન શિવજીની પૂજામાં કંકુ નો ઉપયોગ ન કરવો જોઈએ કંકુ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.જેમકે ભોલે ભંડારી વૈરાગી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીની પૂજામાં કંકુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના બદલે ચંદન અથવા ભસ્મથી પૂજન કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.

3) નાળિયેર પાણી:-શિવજીને નાળિયેર પાણી નો ઉપયોગ ન કરવો શાસ્ત્રોમાં નારિયેળ પાણી થી ભગવાન શિવજીનો અભિષેક કરવો વર્જિત માનવામાં આવે છે.શાસ્ત્રોમાં નારિયેળ પાણી ને માતા લક્ષ્મીજી નું એક રૂપ માનવામાં આવે છે. જેના કારણે શિવ પૂજામાં નારિયલ પાણી નો ઉપયોગ ન કરવો.

4) ખંડીત ચોખા (તુટેલા ચોખા):-શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ ઉપર ખંડિત ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ.

5) તુલસીના પાન:-શાસ્ત્રમાં એવું કહેવામાં છે કે શિવજીની પૂજામાં તુલસી ના પાનનો ઉપયોગ ન કરવો. પૌરાણિક કથા અનુસાર જલંધર નામનના અસુર ની પત્ની વૃંદા ના અંશ માં તુલસી નો જન્મ થયો હતો. તેમજ ભગવાન વિષ્ણુ એ તેમની પત્ની તરીકે સ્વિકારી હતી. એટલા માટે તુલસીનો ઉપયોગ ન કરવો.

6) ગરમ દૂધ:-મહાશિવરાત્રી ના દિવસે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. પરંતુ ગરમ દૂધ નો ઉપયોગ ન કરવો.

7) ખંડિત બિલિપત્ર:-મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર ખંડિત બીલીપત્રનો ઉપયોગ ન કરવો જોઈએ.૩ પત્તાવાળા બિલીપત્ર નો જ ઉપયોગ કરવો. માન્યતા છે કે બીલીપત્રમાં માતા પાર્વતી નો વાસ છે.

YC