મહાશિવરાત્રી પૂજા વિધિ તેમજ મહાશિવરાત્રીના દિવસે આ એક કામ અવશ્ય કરો જેથી શિવજીની કૃપા તમારા ઉપર બની રહેશે.

1 માર્ચ 2022 પંચ ગ્રહી તેમજ કેદાર યોગ બની રહ્યો છે આ મહાશિવરાત્રી પર.

શાસ્ત્રોમાં મહાશિવરાત્રી નું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિમાં મનાવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ માટે લોકો મહાનિશિથ કાલ માં ભગવાન શિવજીની પૂજા કરે છે. આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિને દરેક મનોકામના પૂર્ણ થાય છે.

શિવરાત્રીના દિવસે શિવ શક્તિ નું મિલન નો પર્વ છે. આ વર્ષમાં મહાશિવરાત્રી પંચ ગ્રહી,ધનિષ્ઠા , પરીધ અને કેદાર યોગમાં જોવા મળશે. મહાશિવરાત્રી ની પૂજા વિધિ:-મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઇએ.આ દિવસે શિવમંદિરમાં અથવા તો ઘરમાં વિધિ-વિધાનથી મહાદેવની પૂજા કરવી જોઈએ.

શિવ પૂજામાં સૌથી પહેલા શિવલિંગ પર ગંગાજળ તેમજ પંચામૃતનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ ધૂપ દીવો કરીને શિવલિંગ ઉપર બીલીપત્ર, ધંતુરો ,ચંદન, પુષ્પ અર્પિત કરવા જોઈએ. ખીરનો ભોગ લગાવીને શિવની આરતી અને પરિક્રમા કરી. ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરવો જોઈએ.

મહાશિવરાત્રી ઉપાય:-ભગવાન શિવ દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે.વર્ષ 2022 માં મહાશિવરાત્રી ઉપર પંચ ગ્રહી યોગ બની રહ્યો છે. આ મહા સયોગમાં મહાદેવની આરાધના પુણ્યફળ દાયી ગણવામાં આવે છે. ખાસ કરીને આ દિવસોમાં અમુક ઉપાયો કરવાથી ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે.

શિવ પૂજામાં સફેદ પુષ્પનો અવશ્ય ઉપયોગ કરવો. ભગવાન શિવને ધંતુરો ખૂબ જ પ્રિય છે. એટલા માટે પૂજામાં ધંતુરા નો ઉપયોગ કરવો. આ દિવસે મહાદેવ પર પંચામૃતનો અભિષેક કરવો ત્યારબાદ ચંદનનો લેપ કરવો. શિવલિંગ ઉપર જળ માં કાળા તલ અને જવ ઉમેરીને શિવલિંગ ઉપર અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.

YC