ધાર્મિક-દુનિયા

મહાશિવરાત્રીનું વ્રત, પૂજા કરવાનું શુભ મુહૂર્ત, અને તેનું મહત્વ જાણો ક્લિક કરીને

મહાશિવરાત્રી એ બધા જ મહત્વપૂર્ણ પર્વમાંથી એક છે. આ પર્વ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે ખુબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે મહાદેવ શિવનું પૂજન અને જલ અભિષેક કરવામાં આવે છે. આમ તો આ કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિના દિવસે રાખવામાં આવે છે પરંતુ કૃષ્ણપક્ષની ચતુર્દશીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે જે પણ વ્યક્તિ વ્રત રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રી વ્રત, તિથિ, શુભ મુહૂર્ત: 

ભગવાન ભોલેનાથના બધા જ ભક્તો મહાશિવરાત્રીનો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે.

 • વર્ષ 2019, 4 માર્ચ મહાશિવરાત્રીનો મહાપર્વ સોમવારના દિવસે આવે છે.
 • પૂજા મુહૂર્ત 24:07 થી 24:27 મિનિટ
 • શિવરાત્રી વ્રત પારણ સમય:- 5 માર્ચ મંગળવાર 6:46 થી 15:26
 • ચતુર્દશી તિથિ આરંભ:- 4 માર્ચ સોમવાર 16:28 મિનિટ
 • ચતુર્દશી તિથિ સમાપ્ત:- 5 માર્ચ 19:07 મિનિટ

મહાશિવરાત્રી વ્રત પૂજન સામગ્રી:

 • મહાશિવરાત્રીના દિવસે સવારથી શિવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરે છે.
 • વ્રતની પૂજા સામગ્રી જેમકે પંચામૃત, ફળફૂલ વસ્ત્ર બીલીપત્ર, ધૂપ, દીપ, ચંદન, વસ્ત્ર….

મહાશિવરાત્રી વ્રત પૂજા વિધિ:-

 • જે લોકો આ દિવસે વ્રત રાખે છે તે લોકો સવારે વહેલા ઊઠીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને ભગવાન ભોલેનાથનું ધ્યાન ધરવું જોઈએ.
 • ત્યારબાદ ભસ્મનું તિલક કરી રુદ્રાક્ષની માળા ધારણ કરી શિવનું ધ્યાન પૂજન કરવું જોઈએ.
 • ત્યાર પછી ભગવાન શંકરને ધૂપ-દીપ પુષ્પો પૂજન સામગ્રી અર્પણ કરવી.
 • માન્યતા છે કે આ દિવસે કોઈ વ્યક્તિ વ્રત રાખે છે અને રુદ્ર અભિષેક કરે છે તો ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે.
 • જળ અભિષેક માટે લોટામાં દૂધ ભરીને તેની ઉપર બિલીપત્ર, ધતુરાનું ફૂલ, ચોખા નાખીને શિવલિંગ પર ચઢાવવુ.
 • જો સંભવ હોય તો રાત્રે જાગરણ કરવું શુભ માનવામાં આવે છે.
 • કહેવામાં આવે છે કે શિવરાત્રીની પૂજા નિશીથ કાળમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

મહાશિવરાત્રી વ્રતનું મહત્વ અને તેનું ફળ

 • વર્ષમાં શિવરાત્રીનું વ્રતનું મહત્વ ખૂબ ખાસ હોય છે.
 • માન્યતા છે કે કોઇ પણ વ્યક્તિ જો સાચા મનથી આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે. તો શિવ ભગવાન તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
 • આ પાવન દિવસે શિવલિંગ પર બીલીપત્ર ફૂલ, અર્પણ કરવાનું ખાસ મહત્વ છે.
 • મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને દૂધ અને પાણીનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે.
 • આ વ્રત કરવાથી વ્યક્તિને દરેક પ્રકારનાં પાપોમાંથી મુક્તિ મળે છે. અને સફળતાની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks