મહા શિવરાત્રી એટલે કે, ભગવાન શિવજી નો તહેવાર. આ દિવસે શિવાલયો હર-હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. મહા શિવરાત્રી મહા મહિનાની વદ ચૌદશના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે 21 ફેબ્રુઆરીએ શિવરાત્રીનો તહેવાર ઉજવાશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જયારે સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે મહા મહિનાની વદ ચૌદશની રાતે આ પર્વ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ સાંજે 5:20 વાગ્યે ચતુર્દશી તિથિ શરૂ થશે. જે 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે અને 2 મિનિટે પૂરું થશે. રાતે પૂજાનો સમય 12 વાગ્યે અને 9 મિનિટનો રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 117 વર્ષ બાદ આ વર્ષે મહા શિવરાત્રીના દિવસે એક અદભુત સંયોગ બનવા જઈ રહ્યો છે. શનિ સ્વયં તેની રાશિ મકર રાશિમાં રહેશે. તો શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં રહેશે. જે એક દુલર્ભ યોગ છે.

જે રાશિના લોકોએ તેના સૂર્યને મજબૂત કરવો હોય અને સરકારી કામમાં સફળતા મેળવવી હોય તો તાંબાના લોટામાં જળ લઈને શિવલિંગનો અભિષેક કરો.
લગ્ન જીવન મધુર બનાવવા માટે પતિ-પત્નીએ શિવલિંગનો અભિષેક કરવો. જો તમારી કુંડળીમાં મંગળ હોય તો તે લોકોએ શિવલિંગનો હળદર મિશ્રિત પાણીથી અભિષેક કરવો. જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોય અને શિવ પાર્વતીની પૂજા કરી પૂજન યબાદ 7 કન્યાઓને ભોજન કરાવવો.
કુંડળીમાં શુક્રને મજબુર કરવા માટે દૂધ-દહીંથી અભિષેક કરો. કુંડળીમાં શનિ ગ્રહ પીડિત છે તો સરસોયાના તેલથી અભિષેક કરો. રાહુ ગ્રહને મજબૂત કરવા માટે 7 વસ્તુ ઉમેરીને અભિષેક કરો.
કેતુ ગ્રહને મજબૂત કરવા માટે જળમાં મધ ઉમેરીને શિવલિંગનો અભિષેક કરો. કુંડળીમાં ચંદ્રમાને મજબુત કરવા માટે કાચા દૂધથી અભિષેક કરો. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે માથ અને નાભિ પર કેસરનું તિલક કરો. કેસર મિશ્રિત જળ શિવલિંગ પર ચડાવવાથી ઉર્જા મળે છે. આ સાથે જ 108 વાર ૐ નમઃ શિવાયનો જાપ કરો.

આ શિવરાત્રીના દિવસે આ રાશિના જાતકો શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરો.
મેષ રાશિ: આ રાશિના જાતકો બીલીપત્ર અર્પણ કરો.
વૃષભ રાશિ: આ રાશિના જાતકો દૂધ મિશ્રિત જળ અર્પણ કરો.
મિથુન રાશિ: આ રાશિના જાતકો દહીં મિશ્રિત જળ અર્પણ કરો.
કર્ક રાશિ: આ રાશિના જાતકો ચંદન અર્પણ કરો.
સિંહ રાશિ: આ રાશિના જાતકો અઘણી દીવો કરો.
કન્યા રાશિ: આ રાશિના જાતકો કાળા તલ અને જળ અર્પણ કરો.

તુલા રાશિ: આ રાશિના જાતકો જળમાં સફેદ ચંદન અર્પણ કરો.
વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો જળ અને બીલીપત્ર અર્પણ કરો.
ધન રાશિ : આ રાશિના જાતકો અબીલ અને ગુલાલ અર્પણ કરો.
મકર રાશિ: આ રાશિના જાતકો ભાંગ અને ધતુરો અર્પણ કરો
કુંભ રાશિ: આ રાશિના જાતકો ફૂલ અર્પણ કરો
મીન રાશિ: આ રાશિના જાતકો શેરડીનો રસ અને કેસરનો અભિષેક કરો.
117 વર્ષ બાદ અનોખો સંયોગ થતો હોય આ રાશિઓ પર ભોળિયા નાથની થશે કૃપા.
તુલા રાશિ:
આ મહાશિવરાત્રી તુલા રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો લાવી રહી છે. આ રાશિના લોકો માટે ધંધામાં લાભ થવાની સંભાવના છે. જ્યારે લાંબા સમયથી બેકાર રહેનારાઓને રોજગારની તકો મળશે.
વૃષભ રાશિ:
આ રાશિના લોકો માટે મહાશિવરાત્રી ખૂબ ફાયદાકારક રહેશે. શિવની વિશેષ કૃપાથી આ રાશિના જાતકોને ઘણી પ્રગતિ અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે અને તમને ઇચ્છિત સફળતા મળશે. શિવરાત્રીનો દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
ધન રાશિ:
ધનુ રાશિના લોકોને મહાશિવરાત્રીનો લાભ થશે. જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય યોગ્ય છે. જે લોકોએ હાલમાં શરૂ કરેલા ધંધાનો લાભ મળશે.
મિથુન રાશિ:
આ રાશિના લોકો માટે મહાશિવરાત્રી આર્થિક રીતે લાભકારક રહેશે. આ શુભ યોગમાં તમને વ્યવસાય અને ધંધામાં લાભ મળશે. આ રાશિના જાતકોને નોકરીમાં માટે પણ ઘણી તકો હશે. જે લાભ લઈ શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.