આપણા તહેવારો રસોઈ

મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઘૂઘરા ❤ આજે બનાવો રેસિપી નોંધીને ….ક્લિક કરીને જાણો કેવી રીતે બને છે આ ખાસ વાનગી !!!

મિત્રો, આજે આપણે જે નાસ્તો બનાવવા જઈ રહ્યા છે તેનું નામ છે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઘૂઘરા ❤ ❤ આમ તો ઘૂઘરા એ દિવાળી, હોળી, દેવ દિવાળી અને ગણેશ ઉત્સવ પર બનાવાતી વાનગી છે. અને ઘૂઘરા વગર તો ફેસ્ટિવલ પણ અધૂરાં છે.!!

આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઘૂઘરા માં છીણેલું કોકોનટ, ખાંડ, દૂધ અને સોજી નું પુરણ ભરવામાં આવે છે. તેમાં તમે ખસ ખસ પણ નાખી શકો છો.

આમાં વેરિયેશન માટે તમે ઇલાયચી પાવડર અને કાજુ બદામ નો પાઉડર, કિશમિશ પણ મિકસ કરી શકો છો.!!
પણ મેં આને સિમ્પલ જ રાખી છે, જે રીતે મારા મમ્મી બનાવે છે…

તો ચાલો આજે બનાવીએ ” મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઘૂઘરા ❤ ”

બનાવવા માટેની સામગ્રી :-

કણક બાંધવા માટે :-

  • 1 કપ મેંદો
  • દોઢ ચમચી તેલ
  • અડધી ચમચી મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ ( તળવા માટે )

પુરણ માટેની સામગ્રી :-

  • અડધો કપ દૂધ
  • 1 કપ છીણેલું કોકોનટ ( કોપરા નું છીણ )
  • 3 ચમચી દળેલી ખાંડ
  • 2 ચમચી સોજી
  • અડધી ચમચી ખસ ખસ

બનાવવા માટેની રીત :-

(1)પુરણ બનાવવા ની રીત :–

૧.એક પેન લો અને તેમાં એક કપ કોપરા નું છીણ અને તેને મધ્યમ આંચ પર કુક થવા દો.

2.ત્યાર બાદ તેમાં દૂધ નાંખો અને સારી રીતે મિક્સ કરો અને તેને એક ઊભરો આવવા દો.

૩.એક વાર ઊભરો આવવાનું ચાલુ થઈ જાય પછી તેને 2-3 મિનિટ સુધી હલાવ્યા રાખો. જ્યાં સુધી સતત હલાવતા રહો કે તે મિશ્રણ સૂકું ના થઈ જાય…!!
( આમાં 20 મિનિટ સુધી કુક કરવાનું છે.)

4.,ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ નાખો અને હલાવતા રહો અને પછી તેમાં ખસ ખસ અને સોજી નાખો અને 2 મિનિટ સુધી સતત હલાવતા રહો અને બધું મિકસ કરી લો.
ત્યાર બાદ આ પુરણ ને એક પ્લેટ માં કાઢો અને ઠંડુ થવા માટે મુકી દો.

(2)લોટ બાંધવા માટેની રીત :–

૧.સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં મેંદા નો લોટ અને મીઠું નાખો અને ત્યારબાદ તેમાં તેલ નાખો 1 ચમચી..અને તેને સારી રીતે મિક્સ કરી લો અને પછી ધીમે ધીમે પાણી નાખતા જાઓ અને લોટ બાંધતાં જાઓ.

૨.આ રીત થી તમે એક સોફ્ટ લોટ બાંધી લો અને તેની ઉપર મખમલ ના સોફ્ટ કપડાં થી લોટ ને ઢાંકી દો અને 15 મિનિટ નો આરામ આપો.

(3)ઘૂઘરા બનાવવા માટે :–

૧.સૌ પ્રથમ એક કઢાઈ લો અને તેમાં તેલ ને ગરમ કરવા માટે મુકી દો.

2.લોટ ને 15 મિનિટ નો આરામ બાદ ફરીથી તેને મસળી લો અને સોફ્ટ લોટ રેડી કરો.

3.ત્યાર બાદ તેનાં 10-12 એક સરખા લુંવા કરી લો. પછી એક લુવો લો અને પૂરી જેટલો શેપ આપીને વણી લો.( ફોટા માં દર્શાવ્યા મુજબ )

4.પછી તેમાં તૈયાર કરેલું સ્ટફીંગ એક ચમચી જેટલું મુકો અને કિનારી ઉપર પાણી લગાવી ને અર્ધ ચંદ્રાકાર આકાર આપીને ઘૂઘરા બનાવી લો. ( જો તમને ડિઝાઇન આવડતી હોય તો તમે હાથ થી ડિઝાઇન બનાવી શકો છો અથવા તો તમે કટર નો ઉપયોગ કરી શકો છો )
( ફોટા માં દર્શાવ્યા મુજબ )

5.આવી રીતે તમે બધાં ઘૂઘરા તૈયાર કરી લો.

6.તેલ થઈ ગયા બાદ આ તૈયાર થયેલાં ઘૂઘરા ને ગરમ તેલ માં તળવા માટે મુકો અને જ્યાં સુધી ઘૂઘરા ક્રિસ્પી, અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બધી બાજુ થી તળી લો. અને આવી જ રીતે બાકી ના ઘૂઘરા ને પણ તળી લો.

તો તૈયાર છે ખાસ દેવ દિવાળી ના અવસર પર ઘરે બનાવેલા મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઘૂઘરા ❤

પછી મને જણાવજો કે આ ઘૂઘરા તમને કેવાં લાગ્યાં!! 😀😋

લેખિકા :- કિર્તી જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ