માતાએ 6 બાળકોને એક એક કરી ફેક્યા કૂવામાં, 5 છોકરીઓ સહિત બધાની મોત, કારણ છે ધ્રુજાવી દે તેવું

હ્રદય કંપાવી દે તેવી ઘટના : માતાએ 6 બાળકોને એક એક કરી કૂવામાં ફેક્યા, કારણ સાંભળીને કહેશો આને જલ્દી ફાંસી આપો

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો એ સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર આ કોઇ સામાન્ય ઝઘડો પણ ખૂબ જ ગંભીર બની જતો હોય છે.આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં પતિ પત્ની વચ્ચે તીખી નોક ઝોક થઇ તે બાદ પત્નીનો ગુસ્સો ચરમ સીમા પર પહોંચી ગયો. ગુસ્સામાં મહિલાએ તેના 6 બાળકોને કૂવામાં ફેકી દીધા અને પોતે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આ ઘટનામાં તેના 6 બાળકોની મોત થઇ ગઇ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મળતી માહિતી મુજબ, આ મામલો મહારાષ્ટ્રના રાયગઢના મહાડ તાલુકાના ધલકાઠી વિસ્તારનો છે. રૂના સહાની નામની મહિલાને તેના પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મહિલાએ ભયાનક પગલું ભર્યું. મહિલાએ પહેલા પોતાના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા અને પછી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેના 6 બાળકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

સ્થાનિક ધારાસભ્યએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. તેમણે પોલીસને આ મામલે જરૂરી તમામ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકો સાંજે રમવા માટે બહાર ગયા હતા, ત્યારબાદ તેમનો પત્તો લાગ્યો ન હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

બનાવને પગલે ગામમાં શોકનો માહોલ છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને કામના સંબંધમાં અહીં સ્થાયી થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થઈ ગયો અને તેણે ગુસ્સામાં આવું કર્યું. જો કે તેમના ઝઘડા પાછળનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાએ હાલ વિસ્તારમાં ચકચાર જગાવી છે.

મૃતકમાં બાળકોની ઉંમર 3થી10 વર્ષ વચ્ચે હોવાનું કહેવાય છે. આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની છે. જેની ઉંમર 30 વર્ષ છે. મૃતકોની વાત કરીએ તો, તેમાં 10 વર્ષિય રોશની, 18 વર્ષિય રેશમા, 5 વર્ષિય વિદ્યા, 3 વર્ષિય રાધા અને 3 વર્ષિય શિવરાજ સામેલ છે. બાળકોના મરવાની પુષ્ટિ થયા બાદ તેમની માતાએ કૂવામાં છલાંગ લગાવી હતી પરંતુ લોકોએ તેને બચાવી લીધી ગતી. ઘટનાની સૂચના મળતા જ મહાડના વિધાયક ભરત ગોગાવલે પોલિસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહિલાની ધરપકડ કરાવી હતી.

Shah Jina