બિચારા મજૂરો પાટા પર સૂતા અને સવારે ઉઠ્યા જ નહીં, વિખરાયેલી રોટલીઓ લાશો…રાહુલ ગાંધીએ કહ્યું શરમ આવવી જોઈએ

0

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે સવારે એક દુઃખદ ઘટના ઘટી હતી. અહીં એક માલગાડી નીચે કેટલાક મજૂરો કચડાઈ ગયા હતા. આ ઘટનામાં 16 મજૂરોનું નિધન થયું અને કેટલાક મજૂરોને ગંભીર ઇજા થઈ છે. પ્રધાન મંત્રી નરેંદ્ર મોદી, રેલવે મંત્રી પિયુસ ગોયલ અને અને કેટલાક નેતાઓને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યાંજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરતાંની સાથે સરકાર પર સવાલ પણ કર્યો છે.

Image source

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા સવાલ કર્યો હતો કે, “માલગાડી નીચે આવી ગયેલ મજુર ભાઈ-બહેનોના નિધનની ખબરથી હું ચોકી ગયો છું, આપણે આપણા રાષ્ટ્રના નિર્માણકર્તાઓ સાથે કરવામાં આવેલ વ્યવહાર પર શરમ આવી જોઈએ. જે લોકોનું આ ઘટનામાં નિધન થયું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કરી છે કે, “આ ઘટનામાં જેમના પણ મોત થયા છે. તેનાથી ખુબ જ દુઃખી છું, મોદીજીએ આ ઘટના પર રેલ મંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી અને સ્થિતિ પર નજર રાખવાનું કહ્યું છે.”

રેલ મંત્રી પિયુષ ગોયલે આ પુરી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પિયુષ ગોયલ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ” સવારે ૫:૨૨ એ નાંદેડ ડિવિઝનના બદનાપુરના કરમાળ સ્ટેશનની વચ્ચે ઊંઘેલા મજૂરો માલગાડી નીચે આવવાના દુઃખદ સમયસર મળ્યા. ત્યાં રાહત કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ભગવાનના પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ આપે.

આ ઘટના પર પિયુષ ગોયલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ટ્રેનના ડ્રાઈવરે મજૂરોને જોયા હતા અને તેને ટ્રેન રોકવાની કોશિશ પણ કરી પરંતુ તે ટ્રેન રોકવામાં અસફળ રહ્યા. ઘાયલને ઔરંગાબાદના સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.

આ ઉપરાંત દિલ્લીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરતા કહ્યું છે, “ઔરંગાબાદની ઘટના ખુબ જ દુઃખદ છે અને લોકડાઉન અને કોરોનાથી ગરીબ લોકોને જ વધારે અસર થઈ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.