દેશમાં આ જગ્યાએ વધ્યો ઓમિક્રોનનો ખતરો, 3 વર્ષના બાળક સાથે 7 લોકો સંક્રમિત, મચી ગયો હોબાળો, જાણો વિગત

આખી દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે હેરાન થઇ રહી છે, લાખો લોકો તેનાથી સનકર્મીત થઇ ચુક્યા છે અને લાખો લોકોએ પોતાની જીવ પણ ગુમાવ્યો છે, ત્યારે થોડા સમયથી શાંત થયેલા કોરોનાએ હવે નવા વેરિએન્ટના રૂપમાં જન્મ લીધો અને ફરીથી દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

દેશભરમાં હાલ ઓમિક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ઓમિક્રોનના વધુ 7 નવા કેસ સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. 3 નવા કેસ મુંબઈમાંથી, 4 પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નોંધાયા છે.

જેના બાદ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા મુંબઈના ધારાવી વિસ્તારમાં 47 વર્ષીય મૌલાના નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા હતા. તે 4 ડિસેમ્બરે તાન્ઝાનિયાથી મુંબઈ પરત ફર્યા હતા.

મુંબઈની ધારાવી પહેલાથી જ કોરોના સંક્રમણને કારણે ખબરોમાં રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ધારાવી વિસ્તાર કોરોનાના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું હતું. પરંતુ વહીવટીતંત્રે ખૂબ સાવચેતી સાથે ચેપને કાબૂમાં લીધો હતો. આ પછી સમગ્ર દેશમાં ધારાવી મોડલની ચર્ચા થઈ હતી. હવે ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યા બાદ ફરી એકવાર ચેપ ફેલાવવાનું જોખમ વધી ગયું છે. મુંબઈના ધારાવીને એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર માનવામાં આવે છે.

તો આજે મુંબઈમાં મળી આવેલા 3 દર્દીઓની ઉંમર 48 વર્ષ, 25 વર્ષ અને 37 વર્ષ છે અને આ ત્રણ દર્દીઓ તાન્ઝાનિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ગયા હોવાનું જાણવા મળ્યું છે. પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળી આવેલા ચાર દર્દીઓ નાઈજીરિયાની ઓમિક્રોનથી સંક્રમિત મહિલાના સંબંધીઓ હોવાનું કહેવાય છે. આજે મળી આવેલા કુલ 7 દર્દીઓમાંથી 4 દર્દીઓએ તેમનું રસીકરણ પૂર્ણ કર્યું છે અને એક દર્દીએ રસીનો એક ડોઝ લીધો છે. તો એક દર્દીએ રસી લીધી નથી.

Niraj Patel