મનોરંજન

‘ધ સ્કાઈ પીઝ પિન્ક’નું ટ્રેલર રીલિઝ થતા જ પોલીસના નિશાના પર આવી ગઈ પ્રિયંકા ચોપરા, કહ્યું-7 વર્ષની સજા…

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’ નું ટ્રેલર ગઈકાલ મંગળવારના રોજ રિલીઝ થઇ ચૂક્યું છે. લગ્ન પછી આ પહેલી પ્રિયંકાની ફિલ્મ છે જેને લીધે દર્શકોને પણ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રિયંકાના સિવાય ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મુખ્ય કિરદારમાં છે.

ટ્રેલરના રિલીઝ થતા જ દરેક કલાકારોના અભિનયના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં જાયરા વસીમ પ્રિયંકા અને ફરહાન અખ્તરની દીકરીનો રોલ નિભાવી રહી છે. પણ ફિલ્મનું ટ્રેલર પ્રિયંકા ચોપરા માટે ભારે પડી ગયું છે.

 

View this post on Instagram

 

It’s here!! Go watch go watch! Link in bio☝🏼 #JustOneThing @youtube

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ટ્રેલરમાં પ્રિયંકાએ એક ડાઈલોગ બોલ્યો છે જેને લીધે તેને કાનૂની એક્શન લેવાની ધમકી આપવામાં આવી રહી છે. ટ્રેલરના એક સીનમાં જાયરા વસીમ બીમાર પડી જાય છે તો પ્રિયંકા ફરહનાંને એવું કહેતી દેખાઈ રહી છે કે,’એક વાર આયશા(જાયરા વસીમ) ઠીક થઇ જાય, પછી સાથે મળીને બેન્ક લૂંટીશું”. એવામાં પ્રિયંકા મહારાષ્ટ્રીયન પોલીસના નિશાના પર આવી ગઈ છે.

પ્રિયંકાના આ ડાયલોગના સીન પર ટ્વીટ કરતા મહારાષ્ટ્ર પોલીસે લખ્યું કે,”આઈપીસી ની ધારા 393 ના આધારે તેના માટે 7 વર્ષની સજા છે”. આ ટ્વિટની સાથે પોલીસે ફરહાન અખ્તર અને પ્રિયંકાને ટેગ કર્યા છે. જેના પછી હવે પ્રિયંકાએ આ ટ્વીટ પર મહારાષ્ટ્રની પોલીસને જવાબ આપ્યો છે.

પ્રિયંકાએ માફી માંગતા ટ્વીટ કરીને કહ્યું કે,”બાપ રે હું ખુલ્લેઆમ પકડાઈ ગઈ, હવે પ્લાન B પર કામ કરવાનો સમય આવી ગયો છે’. આ ટ્વિટની સાથે પ્રિયંકાએ ફરહાન અખ્તર અને ધ સ્કાઈ ઇઝ પિન્ક ને પણ ટેગ કર્યા છે. ફિલ્મને સોનાલી બોસ ડાયરેક્ટ કરી રહ્યા છે.

ફિલ્મની કહાનીની વાત કરીયે તો આ કહાની એક છોકરી આયશા ચૌધરીની છે, જે બધા માટે એક પ્રેરણા બની ગઈ. 6 મહિનાથી શરૂ થયેલી ઇમ્યુન ડેફિસિએન્સી ડિસઓર્ડરની બીમારી પછી તેને pulmonary fibrosis બીમારી લાગુ પડી જાય છે.

18 વર્ષની ઉંમરમાં આયશાએ જીવન અને મૃત્યુની સામે લડીને દુનિયાને એક મોટી શીખ આપી છે. તેનું  પસુતક ‘My Little Epiphanies’ પણ છાપવામાં આવ્યું અને તેના પછીના જ દિવસે આયશાની મૃત્યુ થઇ જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks