ખબર

કોરોના બેકાબુ બનતા આ શહેરમાં લાગ્યું સંપૂર્ણ લોકડાઉન, લોકો ડરના માર્યા ધ્રુજી ઉઠ્યા 

મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના સંક્રમણમને ધ્યાને રાખીને સરકારે નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લગાવી દીધુ છે. નાગપુરના પ્રભારી મંત્રી નિતિન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યુ છે કે, શહેરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી પૂર્ણ લોકડાઉન રહેશે.

રાજયમાં આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ 13,659 કેસ સામે આવ્યા છે. નાગપુરમાં છેલ્લા દિવસે કોરોનાના 1513 કેસ નોંધાયા હતા. નાગપુરમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 43 હજાર 720થી પણ વધુ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 4877 લોકોની મોત થઇ ચૂકી છે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે ચિંતા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકારે નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવી દીધુ છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતિન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યુ કે, 15થી 21 માર્ચ સુધી પૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન ઇમરજન્સી સેવા સિવાય કોઇને પણ બહાર નીકળવાની મંજૂરી નહિ રહે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે. તમને જણાવી દઇએ કે, દેશમાં દુનિયાના સૌથી મોટા કોવિડ ટીકાકરણનું બીજુ ચરણ ચાલુ છે. આ ચરણમાં પ્રધાનમંત્રી મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રી અને નેતાઓએ રસી લીધી છે.