ખબર

કોરોનામાં દિવસના 40 હજાર કરતા વધુ કેસ સામે આવવાના કારણે આ જગ્યાએ લોકડાઉનમાં કરવામાં આવ્યો 15 દિવસનો વધારો

કોરોના વાયરસના મામલાઓ સતત દેશની અંદર વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ મામલાઓ ઝડપથી વધે છે તેને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફરી એકવાર લોકડાઉનમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમા હાલમાં પણ રોજના 40 હજાર કેસ સામે આવી રહ્યા છે. તેને જોતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉનની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરવાની સાથે લોકડાઉન 1 જૂન સુધી લાંબાવી દીધું છે. હવે 1 જૂન સવારે 7 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે.

મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 46 હજાર 781 મામલાઓ સામે આવ્યા છે જયારે આ દરમિયાન 816 લોકોના મોત થઇ ગયા છે.