ખબર

અહીંયા વધતા જતા કોરોનાના વ્યાપના કારણે CM એ લીધો આકરો નિર્ણય, આટલા દિવસ સુધી લાગ્યું લોકડાઉન

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ઘાતક સાબિત થઇ રહી છે. ત્યારે દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય  બની ગયું છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે નવી પાબંધીઓની જાહેરાત કરી દેવામાં આવી છે.

કોરોના સંક્ર્મણની ચેઇન તોડવા માટે મહામારી એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે 22 એપ્રિલ રાત્રે 8 વાગ્યાથી લઈને 1 મે સવા રે 7 વાગ્યા સુધી પ્રભાવિત રહેશે.

નવી ગાઇડલાઇન પ્રમાણે બધી જ સરકારી કચેરીઓ (કેન્દ્ર, રાજ્ય, કે પછી સ્થાનિક ઓથોરિટીની) ફક્ત 15 ટકા કર્મચારીઓની સાથે કામ કરશે. જોકે આમાં એ લોકોને છૂટ આપવામાં આવી છે જે કોરોના મહામારીને લઈને આવશ્યક સેવાઓમાં જોડાયેલા છે.

લગ્નની અંદર ફક્ત 25 લોકો જ સામેલ થઇ શકે  છે. લગ્ન સમારંભ માટે ફક્ત બે કલાકની જ પરવાનગી આપવામાં આવી છે. આ નિયમ તોડવા વાળાને 50 હજાર રૂપિયાનો દંડ થઇ શકે છે. સરકારી બસ 50 ટકાની કેપિસિટી સાથે ચાલશે. ઉભા રહીને પ્રવાસ કરવા ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત પ્રાઇવેટ બસોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પહેલા લોકલ અધિકારીઓને જાણ કરવી જરૂરી રહેશે. સાથે જ પ્રાઇવેટ બસ વાળાની જવાબદારી હશે કે બીજા જિલ્લામાં જવા વાળા લોકોના હાથ ઉપર 14 દિવસ ક્વોરેન્ટાઇનનો સ્ટેમ્પ મારવામાં આવે.

નવી ગાઇડલાઇનમાં જરૂરી સેવાઓથી જોડાયેલા લોકો કે પછી બહુ જ જરૂરી કામ જેવા કે બીમાર થવા ઉપર, મોત થવા ઉપર જવાની પરવાનગી આપવામાં આવી છે. કારણ વગર જતા લોકોના પકડાવવા ઉપર 10 હજાર દંડ લગાવવામાં આવશે.