ફરી એકવાર બી-ટાઉન ઇન્ડસ્ટ્રી થઇ શર્મશાર, દેહ વેપારના આરોપ હેઠળ ફિલ્મ નિર્માતા અને બે અન્ય લોકોની કરવામાં આવી ધરપકડ

બોલીવુડની ફરી આબરૂ ગઈ, દેહ વ્યાપારના ધંધાના આરોપમાં ફિલ્મ નિર્માતા અને ૨ ઝડપાયા- જુઓ

બી-ટાઉન ઇન્ડસ્ટ્રીથી અવાર નવાર કેટલાક મોટી ખબર સામે આવી રહી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ લોકો કયારેક ડ્રગ્સ કેસમાં તો કયારેક રેપ કેસમાં ઝડપાતા રહે છે. તેમની ધરપકડ પોલિસ દ્વારા થતી રહે છે. ત્યારે 19 જુલાઇના રોજ બોલિવુડ અદાકારા શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની પોનોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

હવે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વધુ એક મોટી ખબર સામે આવી રહી છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાં કથિત રીતે એક ફિલ્મ નિર્માતા અને બે અન્ય લોકોની દેહ વેપારના આરોપ હેઠળ ધરપકડ કરવામા આવી છે. પોલિસે મંગળવારે આ જાણકારી આપી છે.

આ મામલાને લઇને અપરાધ શાખાના પોલિસ ઉપાયુક્ત ડો.મહેશ પાટિલે જણાવ્યુ કે, પોલિસને સૂચના મળી હતી કે ફિલ્મ નિર્માતા દેહ વેપાર ચલાવી રહ્યા છે અને મહિલાઓને ફિલ્મોમાં કામ અપાવવાના નામ પર દેહ વેપારમાં ધકેલી દેવામાં આવે છે. ગિરોહ વર્ષોથી મીરા રોડ સ્થિત એક હાઉસિંગ કોમ્પ્લેક્ષમાં કામ કરી રહ્યો હતો. મુખ્ય આરોપી કન્હૈયાલાલ બાલચંદાનીની મદદ વિનિતા ઇંગ્લે નામની મહિલા કરી રહી હતી, જે એક એજન્ટ તરીકે કામ કરતી હતી.

તેમણે જણાવ્યુ કે, પોલિસે ફર્જી ગ્રાહક મોકલી અને હાઉસિંગ કોમ્પ્લેક્સ પર છાપેમારી કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જયારે બે મહિલાઓને બચાવ્યા. અધિકારીએ જણાવ્યુ કે, ભારતીય દંડ સંહિતા અને અનૈતિક કારોબાર અધિનિયમ પીઆઇટીએ અંતર્ગત ત્રણ વિરૂદ્ધ મીરા રોડ પોલિસ સ્ટેશનમાં મામલો દાખલ કર્યો છે.

Shah Jina