ખબર

કોરોના ઇફેક્ટ: આ જગ્યાના વિસ્તારોમાં 31 મે સુધી લોકડાઉન લંબાવાયું

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા એક હજારને પાર કરી ગઈ છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહીત રાજ્યના બધા જ હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન વધારીને 31 મે સુધી કરી દીધું છે. રાજ્યમાં મુંબઈ, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

Image Source

નોંધનીય છે કે ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની મીટીંગમાં મહારાષ્ટ્રના હોટસ્પોટ વિસ્તારોમાં પ્રતિબંધો વધારવાની સંભાવના પર ચર્ચા કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે સરકારે 31 મે સુધી એમએમઆર, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ અને નાસિક જીલ્લાના માલેગાંવ શાહિરમાં લોકડાઉન વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યનો દ્રષ્ટિકોણ લેખિતમાં કેન્દ્રને આપવામાં આવશે. આ વિસ્તાર કોરોનાના વધતા કેસને કારણે હોટસ્પોટ જાહેર કરાયા છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ 27,524 લોકોમાં ફેલાઈ ચુક્યું છે, જેમાંથી 1019 સંક્રમીતોના મોત થઇ ચુક્યા છે. એકલા મુંબઈમાં જ સંક્રમણના 16,738 કેસ સામે આવ્યા છે અને 621 મોત થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.