ખબર

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ / નાગપુર બાદ હવે આ શહેરમાં પણ લાગ્યુ લોકડાઉન

કોરોનાના વધતા કેસ જોઇને હવે મહારાષ્ટ્રના અકોલામાં પણ આજે રાત્રે 8 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે. આ લોકડાઉન સોમવાર એટલે કે 15 માર્ચ સવારે 8 વાગ્યા સુધી રહેશે.

લોકડાઉન દરમિયાન બહાર નીકળાવની અનુમતિ કોઇને આપવામાં આવી નથી. જો કે, જરૂરી સેવાઓ માટે છૂટ આપવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, નાગપુરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લાના પ્રભારી મંત્રી નિતિન રાઉતે બુધવારે આ ઘોષણા કરી હતી. જેનું કારણ એ છે કે, છેલ્લા મહિનાથી રોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

નાગપુર, અકોલા ઉપરાંત પુણેમાં પણ નાઇટ કર્ફયુનું એલાન કરવામાં આવ્યુ છે. પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફયુ લાગુ રહેશે. એટલુ જ નહિ, પુણેમાં હોટલ, બાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ જ નિયમ મોલ અને થિયેટરમાં પણ લાગુ રહેશે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, નાગપુરમાં કોવિડ-19ના કેસમાં વધારાને  જોતા સખ્ત લોકડાઉન લાગુ રહેશે. મહારાષ્ટ્રમાં કેટલાક શહેરોમાં એકવાર ફરી હાલત બગડી ગયા છે. જેને ધ્યાને લઇને નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 14317, કેરળમાં 2133 કેસ નોંધાયા છે. આ સાથે જ પંજાબ એવું રાજય છે જયાં 1000થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ 1.97 લાખથી પણ વધુ છે.