બ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં આ દિગ્ગ્જ મહારાજનું કોરોનાથી નિધન, નથી કોઇ સંતાન,શાસકની ગાદી રહેશે ખાલી, PM મોદીએ જતાવ્યુ દુ:ખ

ભૂતપૂર્વ કચ્છ રાજયમાં જાડેજા રાજવંશના શાસક અને કચ્છના મહારાજા પ્રમાલજી તૃતીયનું કોરોના સંબંધી સમસ્યાઓને કારણે નિધન થઇ ગયુ છે. 85 વર્ષિય મહારાજને કોઇ સંતાન નથી અને તેમના નિધનના સાથે ભૂતપૂર્વ રાજયના શાસકની ગાદી ખાલી રહેશે.

પ્રગમાલજી તૃતીયની શુક્રવારે મોત થઇ ગઇ અને તેમના અંતિમ સંસ્કાર શાહી પરિવારના વિશ્રામ સ્થળ, ભુજના છેતરડીમાં કોવિડ-19 દિશાાનિર્દેશોના અનુરૂપ કરવામાં આવ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની અને ભૂતપૂર્વ ત્રિપુરા રાજયની રાજકુમારી, મહારાણી પ્રીતિ દેવી ઉપરાંત એક ભાઇ અને એક બહેન છે. મહારાણી પણ કોરોનાથી સંક્રમતિ હતા અને તેઓ હાલ તો સારવાર લઇ હોસ્પિટલથી ઠીક થઇને આવી ગયા છે.

પ્રગમાલજી તૃતીયનો જન્મ 3 મે 1936ના રોજ થયો હતો. ત્યારે તેમનું નામ પૃથ્વીરાજ હતુ. તે કચ્છના શાસક રહેલા મહારાવ મદનસિંહજીના મોટા દીકરા હતા. પિતાની મોત બાદ 17 ઓક્ટોબર 1991માં તેમનો અભિષેક થયો હતો અને તેમનું નામ બદલીને પ્રગમાલજી તૃતીય રાખવામાં આવ્યુ હતુ. તેમણે જીવનના શરૂઆતના કેટલાક વર્ષ મુંબઇ અને લંડનમાં વીતાવ્યા.

ભુજમાં તેઓ લોકોના વિકાસ માટે સક્રિય રહ્યા, તે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના અલગ અલગ રાજયનો દર્જો અપાવવાના પક્ષમાં હતા જેમાં 2001ના ભૂકંપ દરમિયાન ભયંકર નુકશાન થયુ હતુ. શાહી પરિવારના સ્વામિત્વમાં પ્રાગ મહેલ, રંજીત વિલાસ મહેલ, આઇના મહેલ અને વિજય વિલાસ મહેલ જેવા કેટલાક મહેલ છે.

બોલિવુડ ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” વિજય વિલાસમાં જ ફિલ્માવવામાં આવી છે. કચ્છ રાજયના શાસકે મે 1948માં ભારતીય સંઘમાં વિલય કરી લીધુ હતુ. પ્રધાાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાજના નિધન પર શોક જતાવ્યો છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી ટ્વીટ પણ કરી છે.

Shah Jina