ખબર ધાર્મિક-દુનિયા

દુબઇમાં મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત, UAE સરકારે કર્યું બહુમાન જુવો તસવીરો

યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં તૈયાર થઈ રહેલા BAPSના વિશાળ હિંદુ મંદિરનો શિલાન્યાસ મહંત સ્વામીના હસ્તે 20 એપ્રિલના રોજ થશે. ત્યારે સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિત વડા મહંત સ્વામી મહારાજની યુનાઇટેડ અરબ એમિરેટ્સની ધર્મયાત્રાનો પ્રારંભ થયો હતો. દુબઈમાં મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Image Source

મહંત સ્વામીનું દુબઈના અલ મુક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યુએઈ રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઈના મંત્રી શેખ નહ્યાન મુબારક અલ નહ્યાને દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી સાથે હરિકૃષ્ણ મહારાજ પણ દુબઇ પહોંચ્યા હતા, જ્યા તેમનું સ્વાગત દેશના ખાસ મહેમાન તરીકે ‘સ્ટેટ ગેસ્ટ’નું બહુમાન આપીને કરવામાં આવ્યું હતું.

Image Source

દુબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પુજ્ય મહંત સ્વામીનું અભિવાદન ભારતીય પારંપરિક વેશભૂષામાં સજ્જ બાળકોએ પુષ્પવર્ષા કરી કર્યું હતું.

Image Source

યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં BAPSના વિશાળ હિંદુ મંદિરની કલ્પના પૂ. પ્રમુખ સ્વામીએ કરી હતી, અને આ મંદિરની જાહેરાત વડાપ્રધાન મોદીએ UAEના પ્રવાસ દરમિયાન કરી હતી.

Image Source

હવે સ્વામિનારાયણ ભગવાનનું આ ભવ્ય મંદિર અબુધાબીમાં બનશે. આ મંદિરનો શિલાન્યાસ મહંત સ્વામીના હસ્તે 20 એપ્રિલના રોજ થશે.

Image Source

મોટી સંખ્યામાં ભક્તો આ શિલાન્યાસના પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ મંદિર માટે યુએઈના સુલતાને ઇસ્લામિક રાષ્ટ્રમાં વિશાળ હિંદુ મંદિર બનાવવા માટે મંજૂર આપી હતી તેટલું જ નહીં અબુધાબીમાં જમીન પણ ફાળવી આપી હતી. આ શિલાન્યાસ પ્રસંગ માટે UAE સરકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.