ખબર

કોણ છે સીતારામ દાસ જે 16 વર્ષની છોકરીના બળાત્કારમાં ફસાયો, VIP ગેસ્ટ હાઉસમાં સગીરાને પીંખી નાખવાનો આરોપ છે

આપણા દેશમાં જ્યાં ઘણા વિસ્તાતોમાં સાધુ સંતોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને લોકો તેની ભગવાનની જેમ પૂજા અર્ચના કરતા હોય છે.લોકો આ શ્રદ્ધામાં એટલા ઊંડે ઉતરી જાય છે કે અંતે પસ્તાવવાનો વારો આવતો હોય છે. એવું જ કંઈક મધ્યપ્રદેશના રિવામાંથી સનસની ભરી ઘટના સામે આવી છે.જ્યા એક સગીર બાળકીને કથાવાચક મહંત પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી બાબાના ચેલાની ધરપકડ કરી લીધી છે. પરંતુ બાબા ફરાર થઈ ગયો છે.

હાલ મહંત સીતારામ દાસ ફરાર થઇ ગયો છે પણ તેનો સાથી અને કુખ્યાત અપરાધી વિનોદ પાંડે પોલીસના કબ્જામાં છે.જેના પર રિવાના પોષ વિસ્તારના સિવિલ લાઈન સ્થિત વીઆઈપી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરીને છોકરીને લાવવાનો આરોપ છે.આરોપી મહંત સીતારામ દાસ રિવામાં સમદડીયા મૉલના શુભારંભ અવસર પર કથા સંભળાવવા માટે આવ્યો હતો. 1એપ્રિલથી કથા શરૂ થવાની હતી અને 28 માર્ચે રિવામાં પહોંચ્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે 16 વર્ષની છોકરી કોઈક સમસ્યામાં હતી એન તેણે મદદ માંગી હતી એવામાં પાંડે તેને મહંતના રૂમમાં લઇ આવ્યો અને બંનેએ દારૂ પીધો હતો અને છોકરીને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.જેના પછી મહંતે તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ઘટનાની જાણ કોઈને પણ ન કહેવાની ધમકી આપી હતી.

સાધુના વેશમાં ક્રૂરતા કરનાર આ બાબાનું નામ સીતારામ દાસ મહારાજ જણાવામાં આવ્યું છે જે 28 માર્ચની સાંજે સર્કિટ હાઉસના એનેક્સી ભવન રૂમ નંબર 4માં રોકાયા હતાં. બાબાએ જે રૂમમાં આ કારનામાને અંજામ આપ્યો તે એક હિસ્ટ્રીશીટરના નામ પર બુક હતો. ઘટના બાદ છોકરીએ પરિવારને જાણ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પીડિતાના અનુસાર રૂમમાં પાંચ થી છ લોકો હતા અને તેઓ બધા નશામાં હતા.પીડીતાએ બચવાની પણ કોશિશ કરી હતી પણ ત્યારે તેની સાથે માર પિટ કરવામાં આવી હતી.અને આ બાબતે કોઈને પણ જાણ ન કરવાની ધમકી આપી હતી.

આ બાબતે સર્કિટ હાઉસ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ કમલ નાથ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે મધ્યપ્રદેશના રિવામાં સર્કિટ હાઉસમાં જે નાબાલિગ સાથે કથાવાચક અને અન્ય લોકો દ્વારા આવું દુષ્કર્મ કરવું ખુબ જ નિંદનીય છે.કેવી રીતે આવા લોકો સર્કિટ હાઉસમાં પ્રવેશ્યા અને કેવી રીતે દારૂની પાર્ટી થઇ?આ એક મોટી તપાસ કરવાનો વિષય છે. અપરાધીઓ પર કડક પગલાં લેવા જોઈએ.